Get The App

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી 1 - image

Jamnagar Fire : જામનગર જિલ્લાના કાલાવડમાં સિનેમા રોડ પર આવેલા ગિરધરભાઈ વડગામાના લાકડાના ગોડાઉનમાં ગઈકાલે રાત્રિના 2 વાગ્યાને 20 મિનિટે ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી તે બનાવ અંગે ગિરધરભાઈ દ્વારા કાલાવડની ફાયર શાખાને જાણ કરાતાં કાલાવડ ફાયર શાખાના 9 જેટલાં જવાનો બે ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને સતત ત્રણ કલાકની જહેમત લઈને આગને સમયસર કાબુ લઈ લીધી હતી જેથી આસપાસના વિસ્તારમાં આગ પ્રસરતી અટકી હતી. 

લાકડાના ગોડાઉનમાં એક બાઈક રાખેલું હતું. સૌપ્રથમ નાની આગ લાગ્યા બાદ અચાનક બાઈકમાં રહેલી પેટ્રોલની ટાંકી ફાટી હતી, અને તેના કારણે ઝડપભેર આખા ગોદામમાં આ ફેલાઈ હતી, અને લાકડાના બેંચ તથા અન્ય જથ્થો વગેરે સળગી ઊઠ્યો હતો, અને મોટું સ્વરૂપ લઈ લીધું હતું. પરંતુ ફાયરે આગ સમયસર કાબુમાં લઈ લીધી હતી. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.