Gujarat

વડોદરાના ગોરવામાં મોડી રાતે ફટાકડાને કારણે રેસ્ટોરાંમાં ભીષણ આગ, અફરાતફરી સર્જાઈ

By GS TEAM
19 Nov 20251 min read
TukuTouch Logo
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરાંમાં ગઈ રાતે લાગેલી ભીષણ આગને કારણે અફરાતફરી સર્જાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ગોરવામાં મોડી રાતે ફટાકડાને કારણે રેસ્ટોરાંમાં ભીષણ આગ, અફરાતફરી સર્જાઈ

Vadodara Fire : વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરાંમાં ગઈ રાતે લાગેલી ભીષણ આગને કારણે અફરાતફરી સર્જાઈ હતી.

ગોરવા મધુનગરમાં આવેલી તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગતા બનાવીને લાકડાની ઝૂંપડી સહિતની ચીજો આગમાં લપેટાઈ હતી. જોત જોતામાં આખું રેસ્ટોરન્ટ આગમાં લપેટ આવ્યું હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. 

બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની બે ટીમો કામે લાગી હતી અને ભારે જહેમતબાદ આગને કાબુમાં લીધી હતી. પ્રાથમિક તબક્કે આગ લાગવાનું કારણ નજીકના કોઈ લગ્ન પ્રસંગમાં ફટાકડા ફૂટવાને કારણે હોવાનું જાણવા મળ્યું છે. જોકે સાચું કારણ પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે. સારા નસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.