Get The App

લીંબડીના સંધાડીયા બજારમાં બંધ મકાનામાં ભીષણ આગ લાગી લાગી

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
લીંબડીના સંધાડીયા બજારમાં બંધ મકાનામાં ભીષણ આગ લાગી લાગી 1 - image

ફાયર ફાઈટર બંધ હોવાથી પાલિકાએ ટેન્કરથી મોકલ્યું 

કોમર્શિયલ એકમોને નોટિસ ફટકારી લાખોના ફાયર સેફ્ટીના સાધનો વસાવવા દબાણ કરતું લીંબડી નગરપાલિકા પોતે જ બેજવાબદાર

લીંબડી -  લીંબડી શહેરના છાલીયાપરા વિસ્તારમાં આવેલ સંધાડીયા બજારમાં ઉત્તરાયણની મોડી સાંજે એક બંધ મકાનમાં અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફડાતફડીનો સર્જાઇ હતી. સ્થાનિક રહીશોએ તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી ફાયર ફાઈટરની માંગ કરી હતી, પરંતુ પાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી. 

પાલિકાના બંને ફાયર ફાઈટર લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી તંત્રએ માત્ર પાણીનું ટેન્કર મોકલી સંતોષ માન્યો હતો. અંતે, સ્થાનિક લોકોએ પોતાના જીવના જોખમે ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેને પગલે લોકોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠયો હતો.

આ ઘટનાએ પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. એક તરફ તંત્ર દ્વારા શહેરની શાળાઓ, મોલ અને શોપિંગ સેન્ટરોને નોટિસો ફટકારી લાખોના ખર્ચે ફાયર સેફ્ટીના સાધનો વસાવવા દબાણ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ પાલિકાના પોતાના જ લાખોના ખર્ચે વસાવેલા સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. જો આ આગ કોઈ ગીચ બજાર કે શોપિંગ સેન્ટરમાં લાગી હોત અને કોઈ જાનહાનિ થઈ હોત, તો તેનો જવાબદાર કોણ? લોકો હવે માગ કરી રહ્યા છે કે બેદરકાર અધિકારીઓ સામે ઉચ્ચ સ્તરેથી કડક કાર્યવાહી કરવામાં આવે.