Get The App

ભરૂચના દહેજમાં કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

Updated: May 25th, 2025

GS TEAM

Google News
Google News
ભરૂચના દહેજમાં કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે 1 - image

Bharuch News : ભરૂચ જિલ્લાના દહેજમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના બનાવને લઈને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. ભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવને લઈને કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે કયા કારણોસર આગ લાગી છે તે જાણવા મળ્યું નથી. 

આ પણ વાંચો: પંચમહાલમાં રૂ.500ના દરની 361 નકલી ચલણી નોટ સાથે શખ્સ ઝડપાયો, પોલીસે તપાસ આદરી

દહેજમાં ફાર્મા કંપનીમાં લાગી ભીષણ આગ

ભરૂચના દહેજમાં ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્વેતાયન કેમ. ટેક ફાર્મા કંપનીમાં આજે રવિવારે (25 મે, 2025) ભીષણ આગ લાગી હતી. બનાવને લઈને 8 ફાયર ફાઈટર સહિતની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને સંબંધિત અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. ફાયરની ટીમ દ્વારા બિલ્ડિંગમાં ફસાયેલા એક વ્યક્તિનું સફલ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.