જીવાપરની સીમમાં પરિણીત યુવાન પ્રેમી અને સગીરાએ સજોડે ગળાફાંસો ખાધો

ચોટીલા નજીક પ્રેમની વેદી ઉપર યુગલે જીવનની આહૂતિ આપી
આત્મહત્યા પૂર્વે પરિણીત પ્રેમીએ સગીરાના સેંથામાં સિંદૂર પૂર્યા બાદ ઝાડની ડાળીએ લટકી જીવ દીધો
ચોટીલા પંથકની સગીરાને જીવાપર ગામનો પરિણીત યુવાન વિક્રમ જયસુખભાઈ પરાલીયા અપહરણ કરીને ભગાડી ગયાની ફરિયાદ મોલડી પોલીસ મથકમાં નોંધાઈ હતી. ત્યાર બાદ બન્નેએ સજોડે આત્મહત્યા કરી લેતા સન્નાટો મચી ગયો હતો. ઘટનાની જાણ થતા મોલડી થાણાના પી.એસ.આઈ. એન.એસ. પરમાર અને સ્ટાફે બનાવના સ્થળે પહોંચી બન્નેના મૃતદેહને પી.એમ. કરાવીને પરિવારજનોને સોંપ્યા હતા.
ગળાફાંસો ખાતી વખતે યુવકે સગીરાના સેંથામાં સિંદૂર પૂર્યું હતું અને આવતા ભવના કોડ સાથે જીવનદોરી ટૂંકાવી હતી. મૃતક યુવાન માત્ર રપ વર્ષની વયનો છે જેને અઢી વર્ષનો એક પુત્ર છે. આ બનાવમાં માતા-પુત્ર નોંધારા બન્યા છે.
મરતા પહેલા આજીજી, કોઈ કેસ ન કરતા, ઝઘડો ન કરતા
બન્ને મૃતક યુગલે બન્નેના પરિવારજનોને સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે અમે બન્ને પોતાની મરજીથી આપઘાત કરીએ છીએ, કોઈના કહેવાથી કે ધમકીથી નહીં... બન્ને પરિવાર કેસ કરતા નહીં. અને ઝઘડતા નહીં એમ કહી બન્નેએ નામ લખી ટૂંકાક્ષરીમાં સહી કરી છે.








