Gujarat

જામનગરના લાલખાણ આવાસમાં રહેતી એક પરણીતાને જૂનાગઢમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓનો ત્રાસ: દહેજની માંગણી સાથે હાંકી કાઢી

By GS TEAM
2 Jul 20251 min read
TukuTouch Logo
જામનગરમાં લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતી એક પરણીતાને જૂનાગઢમાં રહેતા તેણીના દહેજ ભૂખ્યા સાસરિયાંઓએ દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના લાલખાણ આવાસમાં રહેતી એક પરણીતાને જૂનાગઢમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓનો ત્રાસ: દહેજની માંગણી સાથે હાંકી કાઢી

જામનગરમાં લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતી એક પરણીતાને જૂનાગઢમાં રહેતા તેણીના દહેજ ભૂખ્યા સાસરિયાંઓએ દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી. 

ઉપરાંત જેઠ દ્વારા પણ અઘટિત માંગણી કરી શારીરિક અડપલાં કર્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

જામનગરમાં લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતી ફીરદોશ વસીમભાઈ પઠાણ નામની 26 વર્ષની સંધિ જ્ઞાતિની પરણીતાએ પોતાને દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ વસીમભાઈ મહેફુઝખાન પઠાણ, સાસુ ઝુબેદાબેન મહરફુઝખાન પઠાણ, જેઠ જાવીદ મહેફૂઝખાન પઠાણ, અને નણંદ રેશમાબેન મહેફૂઝખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવી છે.

આ ઉપરાંત તેણીનો જેઠ અઘટિત માંગણી કરતો હોવાથી, તેમજ સારીરીક અડપલાં કરીને હેરાન પરેશાન કરતો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. જામનગરની મહિલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તેણીના સાસરીયાઓ સામે ગુનો નોંધી તપાસનો દોર જુનાગઢ સુધી લંબાવ્યો છે.