લગ્નના ચાર મહિનામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું
સાસરી પક્ષ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનો પિયર પક્ષનો આક્ષેપ
વડોદરા,લગ્નના માત્ર ચાર મહિનામાં જ પરિણીતાએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાજરાવાડી ગોમતીપુરા પાસે ગોકુલનગરમાં રહેતી ૨૦ વર્ષની પરિણીતા રામલલી મનજીતકુમાર જયસ્વાલેના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેના પતિ સીંગ ચણાની લારી ચલાવે છે. ગત મોડીરાતે ઘરે રસોડામાં છતના ભાગે લોખંડની જાળી પર દોરી બાંધી ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. લગ્ન ગાળો ટૂંકો હોઇ કેસની તપાસ એ.સી.પી. પ્રણવ કટારિયાએ હાથ ધરી હતી. પરિણીતાના પિયર પક્ષે સાસરીવાળા ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો. હાલમાં તો પરિણીતાનો મૃતદેહ પી.એમ. પછી પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.