Gujarat

જામનગરમાં રાજ પાર્ક વિસ્તારમાં રહેતી એક પરણીતાનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત

By GS TEAM
2 Nov 20251 min read
TukuTouch Logo
જામનગરના રાજપાર્ક સોસાયટીમાં શિવ પ્રોવિઝન વાળી શેરીમાં રહેતી પ્રિયાબેન સંજયભાઈ બારૈયા નામની ૨૭ વર્ષની પરણીતાએ ગત તા 27.11.2025ના બપોરેના દોઢ વાગ્યાના અરસામાં પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં રાજ પાર્ક વિસ્તારમાં રહેતી એક પરણીતાનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત

જામનગરના રાજપાર્ક સોસાયટીમાં શિવ પ્રોવિઝન વાળી શેરીમાં રહેતી પ્રિયાબેન સંજયભાઈ બારૈયા નામની ૨૭ વર્ષની પરણીતાએ ગત તા 27.11.2025ના બપોરેના દોઢ વાગ્યાના અરસામાં પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેણી બેશુદ્ધ બની ગઈ હતી. જેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ગઈકાલે સાંજે તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતક ના કુટુંબી જામનગરમાં ધરાર નગરમાં રહેતા મનોજભાઈ પુનાભાઈ બાંભણીયાએ પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ.એમ.વી. મોઢવાડિયા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે સમગ્ર બનાવ મામલે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી છે.