જામનગરમાં રાજ પાર્ક વિસ્તારમાં રહેતી એક પરણીતાનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત

જામનગરના રાજપાર્ક સોસાયટીમાં શિવ પ્રોવિઝન વાળી શેરીમાં રહેતી પ્રિયાબેન સંજયભાઈ બારૈયા નામની ૨૭ વર્ષની પરણીતાએ ગત તા 27.11.2025ના બપોરેના દોઢ વાગ્યાના અરસામાં પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેણી બેશુદ્ધ બની ગઈ હતી. જેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ગઈકાલે સાંજે તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના કુટુંબી જામનગરમાં ધરાર નગરમાં રહેતા મનોજભાઈ પુનાભાઈ બાંભણીયાએ પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ.એમ.વી. મોઢવાડિયા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે સમગ્ર બનાવ મામલે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી છે.

