Gujarat

જામનગરના એક કારખાનેદારનું ઈલેક્ટ્રીક સ્કૂટર સ્લીપ થઈ જતા ગંભીર ઇજા થયા પછી કરૂણ મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી

By GS Team
17 Aug 20251 min read
This article was originally published on 17 Aug 2025
TukuTouch Logo
જામનગરમાં સરસ્વતી સોસાયટીમાં રહેતા અને ઉદ્યોગ નગરમાં બ્રાસપાર્ટ નું કારખાનું ધરાવતા એક કારખાનેદારનું ઇલેક્ટ્રિક સ્કુટર સ્લીપ થઈ જતાં ગંભીર ઇજા થયા પછી કરુણ મૃત્યુ નીપજયું છે. જેને લઇને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના એક કારખાનેદારનું ઈલેક્ટ્રીક સ્કૂટર સ્લીપ થઈ જતા ગંભીર ઇજા થયા પછી કરૂણ મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી

જામનગરમાં સરસ્વતી સોસાયટીમાં રહેતા અને ઉદ્યોગ નગરમાં બ્રાસપાર્ટ નું કારખાનું ધરાવતા એક કારખાનેદારનું ઇલેક્ટ્રિક સ્કુટર સ્લીપ થઈ જતાં ગંભીર ઇજા થયા પછી કરુણ મૃત્યુ નીપજયું છે. જેને લઇને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સરસ્વતી સોસાયટીમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા હરીશભાઈ છગનભાઈ મૂંગરા નામના 47 વર્ષના કારખાનેદાર, કે જેઓ પોતાનું ઈલેક્ટ્રીક સ્કૂટર લઈને પોતાના કારખાને જઈ રહ્યા હતા, જે દરમિયાન માર્ગમાં અકસ્માતે તેઓનું ઇલેક્ટ્રીક બાઈક સ્લીપ થઈ જતાં ઈજાગ્રસ્ત બન્યા હતા, અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ રાજેશભાઈ છગનભાઈ મૂંગરાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના એએસઆઇ એફ.જી. દલ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. કારખાનેદારના અચાનક મૃત્યુને લઈને પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.