Bharuch Ganja Smuggling : "નો ડ્રગ્સ ઈન ભરૂચ" ઝુંબેશ અંતર્ગત ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વર જીઆઇડીસી એસટી ડેપોમાંથી રૂ.98 હજાર ઉપરાંતની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ એસઓજી ટીમને માહિતી મળી હતી કે, એક વ્યક્તિ ગાંજાના જથ્થા સાથે અંકલેશ્વર જીઆઇડીસી એસટી ડેપોમાં જઈ રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી ગાંજાના જથ્થા સાથે બાવાજી ઉર્ફે રાવજી મંડલ (રહે-સોહથા ગામ, બિહાર)ને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ બિહારથી ગાંજાનો જથ્થો લાવી અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં છૂટક વેચાણ કરતો હોવાની કબુલાત કરી હતી. પોલીસે રૂ.98,990ની કિંમતનો 9.899 કિગ્રા વજનનો ગાંજાનો જથ્થો તથા એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1,00,990નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


