જામનગર નજીક સમાણા રોડ પરથી એક શખ્સ ઇંગલિશ દારૂ સાથે પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું
Jamnagar Crime : જામનગરના સમાણાં રોડ પર પંચકોશી બી. ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન દડીયા ગામમાં રહેતો વિપુલ કારાભાઈ મકવાણા નામનો શખ્સ ત્યાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને નીકળતાં પોલીસે તેને રોકી લીધો હતો અને તલાસી લીધી હતી.
જે તલાસી દરમિયાન તેના કબજામાંથી સાત નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી લઈ તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે, અને રૂપિયા 3,500 ની કિંમતની સાત નંગ ઇંગ્લિશ દારૂની બોટલો કબજે કરી લેવામાં આવી છે.
પોલીસની પૂછપરછમાં તેને ઉપરોક્ત દારૂ દડીયા ગામમાં રહેતા ભાવેશ સરવૈયા નામના શખ્સે સપ્લાય કર્યો હોવાથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.