પડવા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો

- દારૂ મંગાવનાર 2 શખ્સ ફરાર
- ઘોઘા પોલીસે વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી રૂ. 6.94 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : ઘોઘાના પડવા ગામથી મોરચંદ ગામ તરફ જતા રસ્તે પડવા પાવર પ્લાન્ટ જવાના રસ્તા પર આવેલી ચોકડી પાસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઘોઘા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘોઘા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, પડવા ગામથી મોરચંદ ગામ તરફ જતા રસ્તે પડવા પાવર પ્લાન્ટ જવાના રસ્તા પર આવેલી ચોકડી પાસે વિદેશી દારૂ ભરેલી કાર નંબર જીજે-૩૮-બીએ-૦૯૧૫ પડી છે. જે બાતમીના આધારે ઘોઘા પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી કારની અંદર તલાશી લેતા વિદેશી દારૂની બોટલ ૩૪૫ રૂ.૭૪,૧૭૫ની મળી આવતા કારમાં રહેલ બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલને વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ.૬,૯૪,૧૭૫ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા નરેન્દ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ અનુપસિંહ ગોહિલ અને ઇન્દ્રજીત સિંહ ઉર્ફે ઇન્દુભા બાબભા ગોહિલે મંગાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે ત્રણેય શખ્સ વિરૂધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

