Get The App

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો એક શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો; મુખ્ય બુકીનું નામ ખુલ્યું

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો એક શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો; મુખ્ય બુકીનું નામ ખુલ્યું 1 - image

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતો મોહન ઉર્ફે ભોલો વિરમભાઈ ઓડિચ નામનો શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપની ક્રિકેટ મેચ પર ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતાં મળી આવ્યો હતો. સીટી સી ડિવિઝનના પોલીસ સ્ટાફે તેની અટકાયત કરી લઈ તેની પાસેથી રોકડ રકમ અને રૂપિયા 75 હજારની કિંમતનો આઈફોન કબ્જે કરી લીધો છે.

પોલીસને પૂછપરછ દરમિયાન પોતે જામનગરના ચિરાગ વાણંદ નામના બુકી સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.