Jamnagar Liquor Case : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના હોથીજીખડબા ગામમાં રહેતો સત્યજીતસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામનો ખેડૂત જામજોધપુર ટાઉનમાં અંજલી પાર્ક સોસાયટી વિસ્તારમાં પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, જેને આંતરી લઈ પોલીસે તલાસી લેતાતા તેના કબજામાંથી 33 નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ઇંગલિશ દારૂ અને બાઈક સહિત રૂપિયા 45,500 ની માલમતા કબજે કરી છે. અને આરોપી સત્યજીત જાડેજા અટકાયત કરી લેવામાં આવી છે. જેની પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂ હોથીજીખડબા ગામમાં રહેતા તેના ભાઇ પુષ્પરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા પણ સંડોવાયેલો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.


