જીપીએસસીની પરીક્ષા પાસ કરાવવા તોડ કરે તે પહેલા એક શખ્સ ઝડપાયો
ગઠિયાએ એસીબી પીઆઇનો સ્વાંગ રચ્યો
જીપીએસસીના ચેરમેન સાથે સેટિંગ હોવાનું જણાવનારો ગઠિયો
અમદાવાદના નિવૃત એએસઆઇનો પુત્ર નીકળ્યો
ગાંધીનગર : જીપીએસસીની પરીક્ષા આપવા તૈયારી કરતી યુવતીને પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપીને રૃપિયા ૨૫ હજારનો તોડ કરવા નીકળેલા અને પોતાની એસીબીમાં ઇન્સપેક્ટર હોવાની ઓળખ આપનારા ગઠિયા એવા અમદાવાદના નિવૃત એએસઆઇના પુત્રની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોતાને જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ સાથે સેટીંગ હોવાની ગુલબાંગો ફૂંકી હતી.સાબરાકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં રહેતા રાકેશભાઇ જયંતિલાલ શાહે આ બનાવ સંબંધે ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ મથકમાં આ બનાવ સંબંધે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની પાછળ એમ. બી. કોમ્પલેક્સમાં રહેતા સોયબહુસેન ગુલામહુસેન શેખનું નામ દર્શાવ્યું છે. ફરિયાદમાં જણાવાયા પ્રમાણે રાકેશભાઇએ પાડોશી પરેશભાઇ દરોડીયાની સુરત રહેતી દિકરી સ્વાતીને પુત્રી માનેલી છે. સ્વાતી પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને રાહુલ પટેલ હોવાની ઓળખ આપી જીપીએસસીની પરીક્ષાનું મટીરિયલ તેની પાસે આવ્યાની તથા ઉપરી અધિકારીઓ સાથે સંબંધ હોવાથી પાસ થુ હોય તો કહેજો તેમ જણાવ્યુ હતું. જેના પગલે સ્વાતીના કહેવાથી બાદમાં ગઠિયા સાથે રાકેશભાઇએ વાત કરી હતી.
ત્યારે ગઠિયાએ પોતાને એસીબીના ઇન્સપેક્ટર તરીકે ઓળખાવી
જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ સાથે સેટીંગ હોવાનું કહી પરીક્ષામાં પાસ થવા માટે
એડવાન્સ રૃપિયા ૨૫ હજાર આપવા પડશે તેમ જણાવ્યુ હતું. શંકા જવાથી આ મુદ્દે પોલીસને
જાણ કરાઇ હતી. આખરે ગઠિયાને ગાંધીનગરમાં ઘ ૦ પરના ઓવરબ્રિજ નીચે બોલાવાયો હતો.
જેને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.