Gujarat

રાણપુર રોડ પરથી વિદેશી દારૂ, બિયર ભરેલી તુફાન ગાડી સાથે એક શખ્સ ગિરફ્તાર

By GS TEAM
23 Aug 20251 min read
રાણપુર રોડ પરથી વિદેશી દારૂ, બિયર ભરેલી તુફાન ગાડી સાથે એક શખ્સ ગિરફ્તાર

- દારૂ બિયરનો જથ્થો મધ્યપ્રદેશથી આવતો હતો

- રાણપુર પોલીસે વિદેશી દારૂ, બિયર, મોબાઈલ ગાડી મળી કુલ રૂ. 3.12 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : રાણપુર રોડ ચેક પોસ્ટ કનારા પાસેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી તુફાન ગાડી સાથે મધ્યપ્રદેશના શખ્સને રાણપુર પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાણપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, તુફાન ગાડી નંબર જીજે-૧૦-એસી-૪૫૦૪માં વિદેશી દારૂ ભરી મધ્યપ્રદેશથી રાણપુર તરફ આવી રહી છે. જે બાતમીના આધારે ધંધુકા-રાણપુર રોડ ચેક પોસ્ટ કનારા પાસે વૉચ ગોઠવી ત્યારે મધ્યપ્રદેશથી આવી રહેલી તુફાન ગાડીને અટકાવી ચાલક પ્રકાશ રતીયાભાઈ ભુરીયા (રહે. માલવેલી ગામ, ભુરીયા ફળીયુ, તા.ભાભરા, જી, અલીરાજપુર, મધ્યપ્રદેશ)ને ગાડીમાંથી નીચી ઊતરી તલાશી લેતા વિદેશી દારૂની બોટલ ૨૨૭ રૂ.૩૮,૫૯૦ અને બિયરના ટીન ૧૬૩ કિંમત રૂ.૧૮,૩૪૫ની મળી આવતા પોલીસે પ્રકાશને દારૂ-બિયર, મોબાઈલ અને તુફાન ગાડી મળી કુલ રૂ.૩,૧૨,૩૩૫ના મુદામાલ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ રાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.