Gujarat

આડોડીયાવાસના મકાનમાંથી બિયર અને દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે

By GS TEAM
25 Aug 20251 min read
આડોડીયાવાસના મકાનમાંથી બિયર અને દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે

- બુટલેગરે વેચાણ માટે ઘરમાં દારૂ છુપાવ્યો હતો

- એસઓજીએ રોકડ રકમ,મોબાઈલ બિયર, દારૂ મળી કુલ રૂા. 3.56 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : શહેરના આડોડીયાવાસ વિસ્તારના રહેણાંકના મકાનમાં એસઓજી એ દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને રૂ.૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર એસઓજીનો સટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયા બાતમી મળી હતી કે,આડોડિયાવાસ વિસ્તારમાં રહેતો અજય ઉર્ફે ભગત મોહનભાઈ રાઠોડ નામના શખ્સે પોતાના મકાનમાં વિદેશી દારૂ બહારથી લાવી છુપાવી રાખ્યો છે.જે બાતમીના આધારે એસઓજીના સટાફે આડોડિયાવાસમાં દરોડો પાડી મકાનમાં તલાશી લેતા કપડાના થેલામાંથી વિદેશી દારૂની બોટલ ૨૬ રૂ.૨૮૪૦ અને બિયર ૧૦ રૂ ૧૫૩૦ મળી આવતા પોલિસે કબજે લઈ અજય ઉર્ફે ભગતને દારૂ બિયર રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂ.૩,૫૬,૧૯૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.