Gujarat

જેસર ગામ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સ ઝબ્બે

By GS TEAM
13 Aug 20251 min read
જેસર ગામ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સ ઝબ્બે

- કોદિયા ગામના શખ્સે દારૂ ભરી આપ્યો હતો

- લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ. 3.59 લાખનો મુદામાલ કબ્જે લીધો

ભાવનગર : જેસર ગામ નજીકથી લોકલ ક્રાઈમબ્રાન્ચે વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને રૂ.૩.૫૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, છાપરિયાળી ગામ તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરાઈને જેસર તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબીએ જેસર રોડ પર આવેલા પુલ પર વોચ ગોઠવી ત્યારે સામેથી આવી રહેલી કાર નંબર જીજે-૦૪-સીજે-૦૧૩૯ ને અટકાવી તલાશી લેતા તેમાંથી દારૂની ૧૧૯ બોટલ કિંમત રૂ.૧,૫૪,૭૦૦ની મળી આવતા કાર ચાલક ભરત ઉનડભાઈ બોદરા (રહે .જેસર વાડી વિસ્તાર) ને વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ.૩,૫૯,૭૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા ગીગા ભમ્મર (રહે.કોદીયા તા.તળાજા) નામના શખ્સે દારૂ આપ્યો હોવાની કબૂલાત કરતાં એલસીબીએ બને શખ્સ વિરૂધ્ધ જેસર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.