Get The App

અધેળાઈ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝબ્બે

Updated: Feb 19th, 2025

GS TEAM


Google News
Google News
અધેળાઈ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝબ્બે 1 - image


- ભગવા જતા કાર ડીવાઈડર સાથે અથડાઈ, કારને નુકશાન 

- ભાવનગરમાં દારૂ ઘુસે તે પૂર્વે જ ઝડપાઈ ગયો : લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૂ અને કાર મળી કુલ રૂા.બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો 

ભાવનગર : ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર અધેળાઈ નજીકથી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂ ભરેલી કાર  સહિત રૂા. બે લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડયો હતો. જો કે, પોલીસને જઈ ચાલક કાર લઈને ભગવા જતા કાર ડીવાઈડર સાથે અથડાતાં કારને નુકશાન પહોંચ્યું હતું. જો કે, પોલીસે કારચાલકને દારૂ સાથે દબોચી લીધો હતો. 

બનાવની વિગત એવી છે કે, ભાવનગર એલસીબીનો સ્ટાફ ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળી હતી કે, ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર અધેલાઈથી ભાવનગર તરફ મારૂતિ સ્વીફટ કાર રજી નં.જીજે.૧૩.એન.૪૫૭૩ ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી  આવી રહી છે. જે બાતમી આધારે ટીમે વોચ ગોઠવી ત્યારે અધેળાઈ તરફથી ઉક્ત નંબરની કાર આવતાં તેને શંકાના આધારે અટકાવા પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસને જઈને કારચાલકે કાર અટકાવી ન હતી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે ચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવતાં કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી. જેના કારણે કારને નુકશાન થયું હતું. જો કે, ચાલકને ઈજા ન પહોંચતાં પોલીસે તેને દબોચી લીધો હતો પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી ઇંગ્લીશ દારૂની નાની ૬૯૨ બોટલ  કિંમત રૂ.૧,૦૦,૩૪૦ ની મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે કારચાલક જતીન મુકેશભાઈ કંટારીયા (ઉં.વ ૨૧ રહે. બ્લોક ન.૩૮, રૂમ નં. ૭૦, આનંદનગર, ભાવનગર) ને વિદેશી દારૂ  તથા કાર મળી કુલ રૂા.૨,૦૦,૩૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં તેને આ જથ્થો અર્જુન ઉર્ફે  અરવિંદ  ( રહે કવાંટ છોટા ઉદેપુર)એ કારમાં વિદેશી દારૂ ભરી આપ્યો હોવાની કબૂલાત કરતા એલસીબીએ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :