- શખ્સની ડિલિવરી આપવા આવ્યો હોવાની કબૂલાત
- કિં. રૂ. 1.58 લાખનો દોરીનો જથ્થો, ટેમ્પો સહિત રૂ. 3.59 નો મુદ્દામાલ જપ્ત, બે સામે ગુનો નોંધાયો
આણંદ : નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આવેલ આણંદ તાલુકાના અડાસ ગામની હોટલ નજીક વાસદ પોલીસે વોચ ગોઠવીને ચાઈનીઝ દોરીની ડિલિવરી આપવા આવેલ આણંદના એક શખ્સને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૫૨૮ નંગ ફીરકા સાથે ઝડપી પાડયો હતો પોલીસે કુલ બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
આણંદ તાલુકાના અડાસની આઇમાતા હોટલ ઉપર એક શખ્સ ચાઈનીઝ દોરીની ડિલિવરી આપવાનો છે. તેવી માહિતી વાસદ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન એક બંધ બોડીનો ટેમ્પો આવી ચડતા પોલીસે તેને અટકાવી તપાસ કરતાં અંદરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૫૨૮ નંગ ફીરકા મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત રૂ. ૧,૫૮,૪૦૦ જેટલી થવા જાય છે. પોલીસે ટેમ્પામાંથી એક શખ્સને ઝડપી પાડી તેના નામઠામ અંગે પૂછતા શખ્સે અદનાન અલ્તાફભાઈ વ્હોરા (રહે. સલાટિયાપુરા, આણંદ) હોવાની ઓળખ આપી હતી. પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તથા ટેમ્પો મળી કુલ રૂપિયા ૩.૫૯ લાખ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કરી અદનાન વોરાની પૂછપરછ કરતા આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ભરેલ ટેમ્પો આણંદના ૧૦૦ ફૂટ રોડ ઉપર રહેતા રસીદ મહેમુદસા દીવાને ડિલિવરી આપવા માટે મોકલ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


