- દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ કરી
- મહિલાના નામે કાર ખરીદી શખ્સે લાખો રૂપિયાનો ચૂનો ચોપડયો, શખ્સ વિરૂધ્ધ ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ
ભાવનગર પંથકમાં ચકચાર મચાવનાર ગંભીર કિસ્સો સામે આવ્યો છે.સિહોર ખાતે રહેતો જીગર ચાવડા નામનો શખ્સ ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલના સંપર્કમાં ઈન્સ્ટાગ્રામ દ્વારા આવ્યો હતો.અને બન્ને વચ્ચે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ મારફત વાતચીત શરૂ થઈ હતી.અને જીગર ચાવડાએ મહિલા કોન્સ્ટેબલ સાથે લગ્ન કરવાની ઈચ્છા જતાવી અને મોહજાળમાં મહિલા કોન્સ્ટેબલ ને ફસાવી લીધી હતી.દરમિયાનમાં બન્ને વચ્ચેનો સંબંધ એક વર્ષ સુધી ચાલ્યો હતો.અને જિગર ચાવડાએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.અને જુગાર ચાવડાએ મહિલા કોન્સ્ટેબલના નામે કાર પણ ખરીદી લીધી હતી.અને લાખો રૂપિયા ક્રેડિટ કાર્ડ વડે મેળવી લીધા હતા.દરમિયાનમાં જીગર ચાવડા નામના શખ્સે પોત પ્રકાશવાનું શરૂ કરી દીધી હતું.અને જાતિનું કરણ બતાવી લગ્ન કરવા માટે ઇનકાર કરી દીધો હતો.મહિલા પોલીસ કોન્સ્ટેબલ જીગર ચાવડા પાસે આજીજી કરતી રહી પરંતુ શખ્સ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.આ સમગ્ર હકીકત મહિલાએ પોલીસ અધિકારી સમક્ષ ઠાલવી હતી.અને આ બનાવ સંદર્ભે મહિલાએ જીગર ચાવડા વિરૂધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.આ સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી આર આર સિંઘાલે સાંભળતાની સાથેજ જીગર ચાવડાની ધરપકડ કરી સઘન પૂછપરછ શરૂ કરી છે.
શખ્સ મોહજાળમાં ફસાવી મહિલાઓને છેતરતો હતો
મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ આચરનાર જીગર ચાવડાને પોલીસે ઝડપી લીધો હતો.અને જીગર ચાવડાના મોબાઈલ ફોનની તપાસ કરતા જીગર ચાવડા કેટલીએ મહિલાઓના સંપર્કમાં હતો.અને મોહજાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતો હોવાનું ખુલવા પામ્યું હતું.જીગર ચાવડા મહિલાઓને લગ્ન કરવાની લાલચ આપી મોહજાળમાં ફસાવી નિશાન બનાવી છેતરતો હોવાનું ખુલવા પામ્યું છે.


