Gujarat

સદનસીબે મોટી દુર્ઘટના ટળી , બોડકદેવમાં જર્જરીત ફલેટ તોડવા જતા ગુરુકૃપાના બે ફલેટની દિવાલ ધરાશાયી

By GS TEAM
13 Sep 20251 min read
સદનસીબે મોટી દુર્ઘટના ટળી ,  બોડકદેવમાં જર્જરીત ફલેટ તોડવા જતા ગુરુકૃપાના બે ફલેટની દિવાલ ધરાશાયી

 અમદાવાદ,શનિવાર,13 સપ્ટેમબર,2025

બોડકદેવ વોર્ડમાં આવેલા જર્જરીત સગુન એપાર્ટમેન્ટને તોડવા જતા બાજુમા આવેલ ગુરુકૃપા એપાર્ટમેન્ટના બે ફલેટની દિવાલ ધરાશાયી થતા ફલેટમાં રહેતા રહીશોમા ભારે ભયની લાગણી જોવા મળી હતી. ગુરુકૃપા એપાર્ટમેન્ટના રહીશના કહેવા મુજબ, સગુન એપાર્ટમેન્ટને તોડવા ભારે મશીનરીનો ઉપયોગ કરાતા ગુરૃકૃપા એપાર્ટમેન્ટ આખો હાલી જતા રહીશો ગભરાઈ ગયા હતા.સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ હતી.

ઘટના અંગે ગુરુકૃપા ફલેટના રહીશના કહેવા મુજબ, સગુન-૧ અને ૨ની વચ્ચે તેમનુ ગુરુકૃપા એપાર્ટમેન્ટ આવેલ છે. વર્ષ-૨૦૦૧માં આવેલા ભૂકંપ સમયથી સગુન ૧ અને ૨ જર્જરીત હાલતમાં  હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને અનેક નોટિસ આપ્યા પછી પણ તેને તોડવામા આવતા નહતા. શનિવારે બપોર પછી જે.સી.બી.ની મદદથી માટીનુ મકાન તોડતા હોય તેમ જર્જરીત સગુન એપાર્ટમેન્ટ તોડવાનુ શરુ કરાયુ હતુ.કોઈ પણ જાતના પ્રીકોશન વગર એપાર્ટમેન્ટ તોડવાની શરુઆત કરાતા અમારો ગુરુકૃપા એપાર્ટમેન્ટ આખો હાલી ગયો હતો.જાણે હમણાં અમારો ફલેટ તૂટી પડશે એમ લાગતુ હતુ. ગુરુકૃપા એપાર્ટમેન્ટના બે ફલેટની સાઈડની દિવાલો ધરાશાયી થઈ હતી. ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં હાલ સો રહીશો વસવાટ કરી રહયા છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ બચાવ કામગીરી માટે મોકલવામાં આવી હતી.