Get The App

મહિલા પ્રોફેસરના ઘરમાંથી કામવાળી 17 તોલાના સોનાના દાગીના લઈ ગઈ

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
મહિલા પ્રોફેસરના ઘરમાંથી કામવાળી 17 તોલાના સોનાના દાગીના લઈ ગઈ 1 - image

Vadodara Theft Case : વડોદરાના તરસાલીમાં સોમા તળાવ રોડ પર મારૂતિધામમાં રહેતા નિમિતાબેન ચેતનભાઇ ગુજજર ખાનગી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે અને તેમના પતિ કંપનીમાં નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમના સાથે જણાવ્યું છે કે મારા સાસુ-સસરા ઉંમરલાયક હોય જેથી અમે કામ કરવા માટે એક છોકરીને છાયાબેન મનોજભાઈ બારીયા (રહે. ઘાઘરેટિયા ગામ) સોમા તળાવને રાખી હતી. અમારે થોડા દિવસ પછી લગ્નમાં જવાનું હોવાથી પહેલા મારે દાગીના ચેક કરવા જતા તિજોરીમાંથી 17 તોલા વજનના સોનાના દાગીના ચાંદીના દાગીના તથા રોકડા 28,000 ગુમ હતા. મારા પતિએ મને પ્રથમ લગ્નની વર્ષગાંઠ વખતે આપેલી સોનાની વીંટી ગઈકાલે છાયાબેન પહેરીને આવતા મેં આ અંગે પૂછતા તેઓ જવાબ આપવા વગર જતા રહ્યા હતા.