Get The App

લગ્નની ના પાડતી પ્રેમિકાને ઝનૂની પ્રેમીએ તીક્ષ્ણ હથિયાર વડે રહેંસી નાખી

Updated: Mar 8th, 2025

GS TEAM

Google News
Google News
લગ્નની ના પાડતી પ્રેમિકાને ઝનૂની પ્રેમીએ તીક્ષ્ણ હથિયાર વડે રહેંસી નાખી 1 - image

મેઘપર બોરીચીમાં ઘરમાં ઘુસી યુવતીની હત્યા

પોલીસે હત્યા કરનાર પ્રેમી અને સાવકા ભાઈને દબોચી લીધો 

ગાંધીધામ: અંજારના મેઘપર બોરીચીના પારસનગરમાં ઘરે એકલી યુવતીને તેના પ્રેમીએ તીક્ષ્ણ હથિયાર વડે  હુમલો કરી તેના પર ક્રતા પૂર્વક શરીરે છ થી સાત ઘા મારી તેની હત્યા કરી નાખી હતી.માતા નોકરીએથી પરત ફરતા દિકરીની લાશ જોઈ સમગ્ર ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં યુવતીની હત્યા કરનાર પ્રેમી અને સાવકા ભાઈ ને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો.

અંજારનાં મેઘપર બોરીચીમાં આવેલી પારસનગર સોસાયટીમાં રહેતા કરણ પ્રકાશભાઈ ઉત્તમચંદાણીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે,

ફરિયાદી પોતાની બહેન પાયલ, માતા નિશાબેન અને નાની ભોપીબેન સાથે એક જ ઘરમાં રહે છે. જેમાં ફરિયાદી ગાંધીધામ ખાતે એક દુકાને અને મરણ જનાર પાયલ આદિપુરમાં ડા. સલાટની હોસ્પિટલમાં રીસેપ્સનીસ્ટ તરીકે નોકરી કરતી હતી. તેમજ ફરિયાદીની માતા તથા નાનીમા બેઉ વૃધ્ધોના કેરટેકર તરીકે નોકરી કરે છે. સૌ સવારમાં નવ દસ વાગ્યે નોકરી પર નીકળી જાય છે અને રાત્રે આઠ નવ વાગ્યે ઘેર પરત ફરે છે.જેમાં ફરિયાદીની ૨૩ વર્ષીય નાની બહેન પાયલ ઉત્તમચંદાણી (સિંધી) સવારે દસ વાગ્યે નોકરીએ જતી અને બપોરે બે વાગ્યે ઘરે પરત ફરતી હતી. ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે નોકરી જતી અને રાત્રે નવ વાગ્યે ઘરે પરત આવતી. જેમાં ફરિયાદીની બહેન બપોરનાં ભાગે એકલી હતી ત્યારે તેનું લાભ લઇ કોઈ અજાણ્યા શખ્સ ઘરમાં ઘુસી આવી તીક્ષ્ણ હથિયાર વડે ફરિયાદીની બહેનને શરીરે બેફામ ઘા મારી ક્રતા પૂર્વક તેની હત્યા કરી નાખી હતી. રાત્રે આઠ વાગ્યે માતા ઘરે પરત આવતા ત્યારે ઘરમાં પાયલની લાશ જોઈ હત્યા થયાનું બનાવ પ્રકાશમાં આવ્યું હતું. જેથી મોડી રાત્રે પાયલના ભાઈએ અજાણ્યા હત્યારા સામે અંજાર પોલીસ મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.

ધોળા દિવસે ઘરમાં ઘુસીને યુવતીની હત્યાનું બનાવ સામે આવતા પોલીસ દોડતી થઇ હતી. જેમાં ગુનાની ગંભીરતા ને જોઈ અંજાર પોલીસે અલગ અલગ ટીમો બનાવી યુવતીની હત્યા કરનાર તેનો પ્રેમી ૨૫ વર્ષીય કરણ પ્રેમજીભાઈ સોલંકી (રહે. અંતરજાળ ગાંધીધામ) અને અને સાવકો ભાઈ વિશાલ ખેમચંદભાઈ ખેમનાણીને પોલીસે ગણતરીનાં કલાકોમાં ગાંધીધામથી ઝડપી પાડયા હતા.જેમાં પોલીસે બે આરોપી પાસે એક બાઈક અને ત્રણ મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.

પ્રેમી અને સાવકા ભાઈ કાવતરું રચી યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યુ 

અંજારનાં મેઘપર બોરીચીમાં ગત શુક્રવારે બપોરનાં ભાગે બનેલી યુવતીની હત્યાનાં પ્રકરણમાં હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હત્યારા બે યુવકોને પોલીસે દબોચી લીધા હતા. જેમાં હત્યારા બીજા કોઈ નઈ પરંતુ યુવતીનો પ્રેમી કરણ પ્રેમજીભાઈ સોલંકી અને સાવકો ભાઈ વિશાલ ખેમચંદભાઈ ખેમનાણી નીકળ્યા હતા. જેમાં આરોપી કરણને મૃતક પાયલ સાથે લગ્ન કરવાનાં હતા. જે અંગે તે અવાર નવાર લગ્ન કરવા માટે પાયલ પર દબાણ હતો. જેથી બેઉ વચ્ચે અવાર નવાર બોલાચાલી પણ થતી હતી. જેમાં મૃતક પાયલે લગ્ન કરવાની ના પાડી અને જો મને વધારે હેરાન કરીશ તો પોલીસમાં ફરિયાદી કરી નાખીશ. જેનું મનદુઃખ રાખી તેના સાવકા ભાઈ વિશાલ સાથે મળી ગત શુક્રવારે બપોરે પાયલ ઘરે 

પરત આવી ત્યારે ઘરમાં ઘુસી તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યારા પ્રેમીએ ઝનૂનપૂર્વક યુવતીના ગુપ્ત ભાગ, ગળા, છાતી, પેટ, ડાબા હાથ સહિતના અંગોમાં છથી સાત ઘા મારી યુવતીની હત્યા કરી નાખી હતી. 

પાયલની હત્યા કરવામાં પ્રેમીને સાવકા ભાઈ વિશાલે સાથ આપ્યો 

જ્યારે મૃતક પાયલે તેના પ્રેમી કરણ સાથે લગ્ન કરવાની ના પાડી તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી ત્યારે આ કરણે બનાવ અંગે મૃતક પાયલનાં સાવકા ભાઈ વિશાલને જાણ કરી હતી. જેમાં વિશાલે કરણને જણાવ્યુ હતુ કે, મારી બહેન પાયલે મારા પર અગાઉ પોલીસ ફરિયાદી કરેલ છે અને અમારું મકાન પણ પડાવી લીધું છે. જેથી આપણે બે મળી હવે પાયલનો કંઈક રસ્તો કરી નાખીયે કંઈ પ્રેમી કરણ સાથે મળી પાયલની હત્યા કરવાનું કાવતરું રચ્યો હતો.