સિવિલમાં માનસિક રોગ વિભાગના ત્રણ રેસિડેન્ટ ડોકટરો પાસે માફી પત્ર લખાવાયો
- ગુરૃવારે દર્દીને માનસિક વિભાગમાં દાખલ કરવાના મુદ્દે ત્રણ રેસિડેન્ટ ડોક્ટર્સે સીએમઓ સાથે ગેરવર્તુણક કરી હતી
સુરત:
નવી સિવિલ હોસ્પિટલમા માસનિક રોગ વિભાગના રેસિડેન્ટ ડોકટરો દ્વારા દાખલ કરાયેલ દર્દી મુદ્દે ઓન ડયુટી સીએમઓ સાથે ઝઘડો કરી ગેરવર્તુણક કરવાના મામલે અધિકારીએ માનસિક રોગ વિભાગના ત્રણેય રેસીડન્ટ ડોકટર પાસે માફી પત્ર લખાવ્યો હતો.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઉધના વિસ્તારમાં રહેતા 52 વર્ષીય રાજુભાઇ ઢોલને બુધવારે રાતે તેમના સંબધીઓ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જેને દાખલ કરવાના મુદ્દે સિવિલમાં માનસિક રોગ વિભાગના રેસિડેન્ટ ડોકટરોએ સી.એમ.ઓ સાથે ગેરવર્તુણક કરી હતી. બાદમાં મોટા ભાગના સી.એમ.ઓ. દ્વારા તબીબી અધિક્ષકનેે રજુઆત કરવામાં આવી હતી.જયારે બીજી બાજુ મેડીકલ કોલેજના ડીન કમ માનસિક રોગ વિભાગના વડા દ્વારા આ અંગે તપાસ શરૃ કરવામાં આવી હતી.જેમાં માનસિક રોગ વિભાગના રેસિડેન્ટ ડોકટરોની ભૂલ જણાઇ આવી હતી. કોલેજના ડીન ડો.તમ્ભરા મેહતાએ જણાવ્યું હતું કે આ અંગે તપાસ દરમિયાન રેસિડેન્ટ ડોકટરો સાથે પણ વાત કરવામાં આવી છે.રેસિડેન્ટ ડોકટરોની ભૂલ છે,જેથી ત્રણેય રેસીડન્ટ ડોકટરો પાસેથી માફી પત્ર લખાવવામા આવ્યા છે.