Get The App

અમદાવાદમાં આજથી 7 દિવસ કાંકરિયા કાર્નિવલનો આરંભ, લોકડાયરા-લેઝર શૉ સહિતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં આજથી 7 દિવસ કાંકરિયા કાર્નિવલનો આરંભ, લોકડાયરા-લેઝર શૉ સહિતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન 1 - image


Ahmedabad Kankaria Carnival : અમદાવાદમાં આજથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનો આરંભ થશે. 25મીએ કોર્પોરેશનના 3500 કરતા વધુ સફાઈ કામદાર ભેગા થઈ મોટુ બલૂન મોઝેક તૈયાર કરી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. સાત દિવસ દરમિયાન ત્રણ સ્ટેજ ઉપર લોકડાયરા,લેસરશો,હોર્સ શો સહિતના રંગારંગ કાર્યક્રમનુ આયોજન કરાશે.

કાર્નિવલને લઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,ત્રણ સ્ટેજ ઉપરથી સવારના 6થી રાતના 10 કલાક સુધી વિવિધ કાર્યક્રમો જોવા જે પ્રમાણે મોટી સંખ્યામા લોકો આવતા હોય છે તેને ધ્યાનમા લઈને કાંકરિયા પરિસરની અંદર અને બહાર 110થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામા આવ્યા છે.સાઉન્ડ મેડીટેશન, યોગા મેડીટેશન ઉપરાંત લાફટર યોગા, ઝુંબા, એરોબિકસ,પિરામીડ શો, મેજીક શો જેવા આકર્ષણો મુલાકાતીઓ માટે રાખવામા આવ્યા છે.

કાર્નિવલની મુલાકાતે આવનારા તમામ મુલાકાતીઓની ગણતરી થઈ શકે એ માટે સાત ગેટ ઉપર 34 કેમેરા લગાવાશે.આ કેમેરાના કારણે પરિસરમા પ્રવેશ લેનારા અને બહાર નીકળનારા તમામ મુલાકાતીઓના હેડ કાઉન્ટ થઈ શકશે.ક્રાઉડ કંટ્રોલ મિકેનીઝમ સેટ કરી શકાશે.કાંકરિયા કાર્નિવલનો રાજયના મુખ્યમંત્રી આરંભ કરાવશે.આ સમયે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભાના ઓવરહેડ પાણીની ટાંકી, વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, મ્યુનિસિપલ શાળાઓ સહિત રૂપિયા 201 કરોડના કરોડના કામના લોકાર્પણ તથા રૂપિયા 324 કરોડના કામોનુ ખાતમૂહુર્ત કરવામા આવશે.

ફલાવરશોની ટિકીટમાં દસ રૂપિયાનો વધારો

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી સમયમાં ફલાવરશો-2026 શરૂ થવા જઈ રહયો છે. આ અગાઉ રિક્રીએશન કમિટીએ  ફલાવરશોના મુલાકાતીઓ માટે સોમથી શુક્રવાર માટે રૂપિયા 80 તથા શનિ,રવિ અને જાહેર રજાના દિવસ માટે ટિકીટના દર રૂપિયા સો રાખવાની દરખાસ્ત મંજુર કરી હતી.ગત વર્ષે ટિકીટના દર સોમથી શુક્રવાર માટે રુપિયા 70 રાખવામા આવ્યા હતા.મ્યુનિસિપલ શાળાના બાળકોને ફલાવરશોમા વિનામૂલ્યે પ્રવેશ અપાશે.જયારે અન્ય સ્કૂલના બાળકોને  માટે ટિકીટના દસ રુપિયા રાખવામા આવ્યા છે. સવારના 8 થી 9 અને રાતના 10થી 11 પ્રાઈમ સ્લોટ માટે ટિકીટના દર રૂપિયા 500 રાખવામા આવ્યા છે.