જામનગર નજીક આલિયાબાડા ગામમાં આંબેડકરવાસ વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો રવિ હરિભાઈ પરમાર નામનો શખ્સ પોતાના બાઈકમાં ઇંગ્લિશ દારૂ સાથે નીકળ્યો હતો, જેને આંબેડકરવાસ વિસ્તારમાંથી પોલીસે અટકાયતમાં લીધો હતો.
તેની પાસેથી 11 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને એક મોટરસાયકલ સહિત રૂપિયા 61,700ની માલમતા કબજે કરી લઇ તેની સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે.


