Get The App

કોલકતાના કિન્નરે મોહજાળમાં ફસાવીને અમરગઢના ખેડૂતને 32.36 લાખમાં ખંખેર્યો

Updated: Mar 7th, 2025

GS TEAM

Google News
Google News
કોલકતાના કિન્નરે મોહજાળમાં ફસાવીને અમરગઢના ખેડૂતને 32.36 લાખમાં ખંખેર્યો 1 - image

વોટ્સએપ પર નગ્ન વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી નાણા પડાવી લીધા

નિરોણા પોલીસ મથકમાં કોલકતાના ચાર લોકો સામે નોંધાવ્યો છેતરપીંડીનો ગુનો 

ભુજ: નખત્રાણા તાલુકાના અમરગઢ ગામના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી નગ્ન વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપીને બાદમાં સ્પાના ધંધામાં પાર્ટરશીપ આપવાનું કહીને કન્નર સહિત ચાર લોકોએ રૂપિયા ૩૨ લાખ ૩૬ હજાર જેટલી માતબર રકમ પડાવી લઇ છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં આરોપીઓ સામે નિરોણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. 

નિરોણા ગામ નજીક અમરગઢ ગામે રહેતા ૪૧ વર્ષીય ખેડૂત યુવક ગત ૨૦૨૨માં તેમના અમરગઢ મધ્યે વાડી પર હતા. ત્યારે તેમના મોબાઇલ પર એક લીંક આવી હતી. જેને ક્લીક કરીને ઓપન કરતાં એક છોકરીનું નામ મીકી હતું તેનું વોટ્સએપ ખુલ્યો હતો. જેમાં ફરિયાદી ખેડૂતે વાતચિત કરી હતી. સામેથી પોતે કોલકતાની હોવાનું અને ગરીબ હોવાનું જણાવતાં ફરિયાદીએ પોતાના એકાઉન્ટમાંથી ગુગલ પે મારફતે એક રૂપિયો મોકલ્યો હતો. ત્યાર બાદ ૪૯૯ રૂપિયા મોકલ્યા હતા. થોડાક સમય સુધી ફરિયાદી અને મીકી વચ્ચે વાતચિત થતી હતી. ત્યાર બાદ એ મીકીએ નગ્ન અવસ્થામાં ફરિયાદીને વીડિયો કોલ કરીને ફરિયાદી સાથેની વાતચિતનું રેકોર્ડીંગ કરી લીધું હતું. બાદમાં એ ક્લીપ ફરિયાદીના પરિવારજનોને મોકલવાની તેમજ સોશીયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને અલગ અલગ બહાના હેઠળ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં મીકીએ પોતે ી નહીં પણ કિન્નર હોવાનું જણાવીને લીંગ પરિવર્તના ઓપરેશન કરાવવાના નામે ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે રૂપિયા દસ લાખ પડાવી લીધા હતા. ત્યાર બાદ મીકીનો ફોન બંધ થઇ ગયો હતો. અને થોળા દિવસો બાદ ફરિયાદીને દિયાશ્રી દેવનાથ નામની અજાણી ીનો ફોન આવ્યો હતો. દિયાશ્રીએ પોતાની ફ્રેન્ડ અદિતિ દાસ ઉર્ફે ગોપાલદાસ સ્પા અને બ્યુટીપાર્લરનો  બિઝનેશ કરતી હોવાનું જણાવીને તેમાં મોટો ફાયદો હોવાનું કહીને પાર્ટરશીપમાં રસ હોય તો, અદિતિ સાથે વાત કરવાનું જણાવ્યું હતું. જેમાં ફરિયાદીને પાર્ટરશીપમાં જોડાવવાની લાલચ જાગી હતી. જેમાં દુકાનનું રજીસ્ટ્રેશન કરાવવાના નામે ફરિયાદી પાસેથી દોઢ લાખ પડાવી લીધા હતા. ત્યાર બાદ દુકાનનો સોદો ૪૭ લાખમાં થતો હોઇ ૬૦ ટકા રકમ ફરિયાદીને આપવાની લાલચ આપી હતી. ત્યાર પછી જીએસટી ભરવાના બહાને ૨૨ લાખ ૩૬ હજાર પડાવી લીધા હતા. પછી આરોપીઓએ ફોન સ્વીચ ઓફ કરી નાખતાં ફરિયાદીને પોતે છેતરાયા હોવાનું ભાન થયું હતું. સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. નિરોણા પોલીસે દિયાશ્રી દેવનાથ, સુઝેન, બનીસેન ગુપ્તા અને અદિતિદાસ ઉર્ફે ગોપાલદાસ મામે ફરિયાદ નોંધી આગળની તપાસ કરી છે. 

સાયબર ક્રાઇમ દ્વારા બેન્ક એકાઉન્ટ લોક કરવામાં આવતાં આરોપીઓએ ફરિયાદીને આપી ધમકી 

ભોગબનાર ખેડૂતની ફરિયાદ મળતાં જે બેન્ક એકાઉન્ટમાં ફરિયાદીના રૂપિયા જમા થયા હતા. તે બેન્ક એકાઉન્ટો બ્લોક કરી દેવાતાં આરોપણો ભળકી હતી. અને ફરિયાદીને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. જેથી આખરે ફરિયાદીએ નિરોણા પોલીસ મથકેમાં ફરિયાદ નોંધાવી હતી.