Get The App

જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં જાહેર માર્ગ ઉપરના દબાણો દૂર કરવા એસ્ટેટ અને પોલીસ વિભાગની સંયુક્ત ઝુંબેશ

Updated: Feb 5th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં જાહેર માર્ગ ઉપરના દબાણો દૂર કરવા એસ્ટેટ અને પોલીસ વિભાગની સંયુક્ત ઝુંબેશ 1 - image


જામનગર ના સાધના કોલોની નજીક જડેશ્વર પાર્ક વિસ્તારમાં ગત સપ્તાહે એક હત્યા ની ઘટના બની હતી, તે વિસ્તારમાં ખાણી પીણીની રેકડીઓ કે જ્યાં લુખ્ખા તત્વો એકત્ર થતા હોવાથી તેઓને દૂર કરવાના ભાગરૂપે ગઈકાલે રાત્રે પોલીસ વિભાગની ટીમ દોડતી થઈ હતી.

જડેશ્વર પાર્ક વિસ્તારમાં જાહેર માર્ગ પર પાણી પીણીની પાંચ રેકડીઓ ખડકાઈ હતી, અને ત્યાં અનેક તત્વો એકત્ર થતા હોવાની માહિતી ના લીધે પોલીસે એસ્ટેટ શાખા ને સાથે રાખીને પાંચે રેકડી ના દબાણ દૂર કરાવ્યા હતા, અને જાહેર માર્ગ ખુલ્લો કરાવી દીધો હતો.

જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં જાહેર માર્ગ ઉપરના દબાણો દૂર કરવા એસ્ટેટ અને પોલીસ વિભાગની સંયુક્ત ઝુંબેશ 2 - image

તમામ રેકડી ધારકોને ફરીથી અહીં રેકડી નહીં રાખવાની સૂચના અપાઈ હતી. હાલ ઉપરોક્ત વિસ્તારમાં સીટી એ. ડિવિઝન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Tags :