Gujarat

તરસાલીમાં રહેતા પતિએ પત્નીના અતિશય ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો

By GS TEAM
4 Dec 20253 mins read
TukuTouch Logo
વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા પરિણીત યુવકની પત્ની ખોટી રીતે ઝઘડા કરીને પિયર જતી રહેતી હતી. ઉપરાંત પત્નીના અન્ય પુરુષ સાથેના અને તે સંબંધો બાબતે જાણ થતા પતિએ તેને કહ્યું હતું ત્યારે પત્ની એ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

તરસાલીમાં રહેતા પતિએ પત્નીના અતિશય ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો

Vadodara : વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા પરિણીત યુવકની પત્ની ખોટી રીતે ઝઘડા કરીને પિયર જતી રહેતી હતી. ઉપરાંત પત્નીના અન્ય પુરુષ સાથેના અને તે સંબંધો બાબતે જાણ થતા પતિએ તેને કહ્યું હતું ત્યારે પત્ની એ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી પિતાને મેસેજ કર્યો હતો કે પપ્પા હું આ લોકોથી ખૂબ પરેશાન હો ગયા હું. તો મર જાતા હું મુસ્કાન ઔર ઉસકી મમ્મી-પપ્પા મુજે બહોત હેરાન કરતે હૈ તો મે મર જાતા હું... અતિશય ત્રાસ ગુજરાતી પત્નીથી કંટાળી પતિએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી મરણ જનાર યુવકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની પત્ની સામે આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી દેસાઈ કોલોનીમાં રહેતા દાઉદભાઈ રસુલભાઈ બેલીમે ફરિયાદ નોંધાવી છે કે માણેજા ખાતે આવેલ કંપનીમાં નોકરી કરૂ છું. મારા દીકરા સઇદના લગ્ન યુસૂફભાઈ પરમારની દીકરી મુસ્કાન સાથે સમાજના રીતરિવાજ મુજબ વર્ષ 2020 માં થયા હતા. મારા દીકરાના લગ્ન જીવન દરમ્યાન તેને એક દીકરી નામે ઇશરા છે. લગ્ન બાદથી જ મારા દીકરા સઇદ તથા તેની પત્ની મુસ્કાન વચ્ચે અવારનવાર નાની મોટી વાતે ઝઘડા થતાં હતા અને આ મારા દીકરાની પત્ની મુસ્કાન તેના પિયર જતી રહેતી હતી અને મારા દીકરા સઇદને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મહિલા પોલીસ સ્ટેશન કારેલીબાગ ખાતે અરજી કરી હતી. જે બાબતે મારા દિકરા સાથે અંદરોઅંદર સમાધાન કરી લીધું હતું. જે બાદ દીકરા સઇદની વહુ મુસ્કાન તેના કોઈ બીજા પુરુષ સાથે અનૈતિક સંબંધ રાખતી હોય અને અવાર નવાર તેની સાથે ફોનથી વાતચીત કરતી હોય જેની જાણ મારા દીકરા સઇદ ને થતાં મારો દીકરો ટેન્શનમાં રહેતો અને મુસ્કાનના પરપુરુષ સાથેના અનૈતિક સંબંધ બાબતે મારી વહુ મુસ્કાનને કહેવા જતાં તે મારા દીકરા સઇદને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. જે બાદ ગત 19 સપ્ટેમ્બરના રોજ મારી નોકરી માણેજા ખાતે નોકરી ઉપર હાજર હતો તથા મારી પત્ની સહેનાઝ સવારના સાડા અગિયારેક વાગે મારા મોટાભાઈના દીકરાની ખબર કાઢવા આશીર્વાદ હોસ્પિટલ તુલસીધામ ચાર રસ્તા માંજલપુર ખાતે ગયેલ હતી. તે વખતે ઘરે મારી દીકરી સઇદ તથા તેની પત્ની મુસ્કાન હાજર હતા.

 ત્યારબાદ બપોરના મારા દીકરાએ મને વોટ્સએપમાં મેસેજ કરેલ કે, “પપ્પા હું આ લોકોથી ખૂબ પરેશાન હો ગયા હું. તો મર જાતા હું મુસ્કાન ઔર ઉસકી મમ્મી-પપ્પા મુજે બહોત હેરાન કરતે હૈ તો મે મર જાતા હું. જે મેસેજ મે થોડીયાર બાદ જોતા મે તાત્કાલિક મારા દીકરા સઇદના ફોનમાં ફોન કર્યો પરંતુ તેણે ફોન ઉઠાવ્યો ન હતો. થોડીવાર બાદ મારા ફોનમાં મારા ભત્રીજા સાહરૂખ બેલીમનો ફોન આવેલ અને જણાવેલ કે, કાકા સઇદે ઘરે ગળેફાંસો ખાઈ લીધો છે. અમો તેને સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ ખાતે લઈ જઈએ છીએ તમે તત્કાલિક હોસ્પિટલ આવી જાઓ. જેથી હું તાત્કાલિક સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ ખાતે ગયો હતો. જ્યાં જઈ જોતાં મારો દીકરો સઈદ મરણ ગયેલ હતો. મરણજનાર માસ દિકરા સઈદ બેલીમની પત્નીના પરપુરુષ સાથેના સંબંધ હોય કહેવા જતાં મુસ્કાને મારા દીકરા સઈદને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અસહય ત્રાસ આપતી હતી.જે અસહય ત્રાસ સહન ન થવાના કારણે આ મારા દીકરા સઇદ પોતે મરણ જવા માટે મજબુર થઈ જીવનથી કંટાળી પોતે મરણ જવા માટે મજબુર થઈ પોતાની જાતેથી ગળેફાંસો ખાઈ જીવન ટૂંક આવી લીધું હતું. જેથી પોલીસે સઈદની પત્ની વિરુદ્ધ આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપ્યાના ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.