Get The App

પાંડેસરાની મિલમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી

Updated: Nov 27th, 2021

GS TEAM

Google News
Google News
પાંડેસરાની મિલમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી 1 - image


- ફાયરની 15 ગાડીમાં 100 ફાયરજવાનોએ બે લાખ લીટર પાણીનો છંટકાવ કરી આગ કાબુમાં લીધી

(પ્રતિનિધિ દ્વારા) સુરત શનિવાર

સુરત શહેરમાં પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી મિલમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. જોકે કેમિકલ આગે ગંભીર સ્વરૃપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા જેના લીધે  ત્યાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરા જીઆઇડીસીમાં બેંક ઓફ બરોડા ની પાસે આવેલી રાણી સતી મિલમાં  આજે સવારે ૪૦થી ૫૦ કામદારો આજે સવારે કામમાં વ્યસ્ત હતા તે સમયે અચાનક મિલમાં આગ ભભૂકી ઉઠી હતી જેથી તરત કામ કરતા કામદારોને ની બહાર દોડી આવ્યા હતા અને આજુબાજુના લોકોમાં નાસભાગ થઈ જવા પામી હતી. જોકે આ કેમિકલ અને રબરના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના લીધે ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા ધુમાડાના ગોટા બે થી ત્રણ કિલોમીટર દૂર સુધી દેખાતા હતા. આ અંગે ચીફ ફાયર ઓફિસર બસંત પરીકને જાણ થતા ફાયરજવાનોનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. જોકે આ મેજર કોલ જાહેર થતા ત્યાં ભેસ્તાન, ડીંડોલી, ડુંભાલ, માન દરવાજા,  મજુરા ગેટ, નવસારી બજાર, અડાજણ અને કતારગામ ફાયર સ્ટેશનની 15 જેટલી ગાડી ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને ત્યાં અન્ય મિલની ફાયરની ગાડી પર પહોંચી ગઈ હતી આ સાથે ત્યાં ફાયર ઓફિસરો અને ૧૦૦ જેટલા ફાયરજવાનનો કાફલો ત્યાં દોડી ગયો હતો. ધુમાડો વધુ હોવાથી દસથી બાર જેટલા ફાયર જોવાનું ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુઝાવવા અંદર ગયા હતા જો કે ફાયર જવાનોને સતત ત્રણ કલાક સુધી ભારે જહેમત ઉઠાવતા આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં ગ્રે કાપડનો જથ્થો સેન્ટર મશીન સહિતના મશીનો વાયરીંગ સહિતની  ચીજ વસ્તુઓ બળી ગઈ હતી આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ના હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.

પાંડેસરાની મિલમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી 2 - image

Tags :