અમદાવાદ: ચાંગોદર હાઈવે પર કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
અમદાવાદ, તા. 14 ઓક્ટોબર 2020 બુધવાર
અમદાવાદ જિલ્લાના ચાંગોદર હાઈવે પર આવેલ કેમિકલ ફેકટરીમાં લાગી ભીષણ આગ લાગી હોવાથી દોડધામ મચી જવા પામી છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ પહોંચી ગઈ છે. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની કામગીરી ચાલુ છે. આગને કારણે દૂર દૂર સુધી ધૂમાડા ફેલાયા છે.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટેગોટા ફેલાયા છે, આગની ઘટના પગલે અમદાવાદ રાજકોટ હાઈવે પર ટ્રાફિક ચક્કાજામ થઇ જવા પામ્યો છે. ફાયર વિભાગના અધિકારીઓ તાબડતોબ પાણીની ટેન્કરો સહિતની ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.
આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયુ નથી તેમજ આગના બનાવમાં જાનહાનિના નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી.