ધનતેરસ-કાળીચૌદશના મેળામાં ડભોડા હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટશે

ડભોડિયા દાદાની મહાઆરતી અને કાળા દોરાનું ખાસ મહત્વ
શનિવારે રાત્રે ૧૨ કલાકે મહાઆરતીનો સંયોગ ઃ ૨૪ કલાક દર્શન
ખુલ્લા રહેશે ઃ બેસતા વર્ષે અન્નકુટ દર્શન
ગાંધીનગર : ગાંધીગર તાલુકાના ડભોડા ખાતે સ્વયંભૂ હનુમાન મંદિર દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલું છે આ વખતે ધનતેરસ-કાળીચૌદશના મહામેળામાં લાખ્ખો ભક્તો ઉમટશે. અહીં ડભોડિયાવાળા દાદાની મહાઆરતીનું મહત્વ હોય છે ત્યારે તા.૧૮મીએ મધ્યરાત્રીએ મહાઆરતી થશે અને ત્યારથી ૨૪ કલાક દર્શન ખુલ્લા રહેશે રજાના કારણે અહીં ભક્તો વિશેષ ઉમટશે તેમ ટ્રસ્ટી મંડળનું માનવું છે. ચમત્કારિક ડભોડા હનુમાન મંદિરે દર વર્ષે ધનતેરસ અને કાળીચૌદશનો મેળો ભરાય છે. ત્યારે ડભોડિયા હનુમાન મંદિરે ધનતેરસ-કાળી ચૌદશ એમ બે દિવસ મેળો શરૃ થઇ ગયો છે. આ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન પણ કર્યું છે. એક અંદાજ પ્રમાણે, ચારથી પાંચ લાખ ભક્તો આ બે દિવસો દરમ્યાન ઉમટશે. જેના માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તો બીજીબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. મંદિર કાળી ચૌદશે રાત્રે બાર વાગ્યા સુધી ખુલ્લુ રહેશે અને ભક્તો દર્શન કરી શકશે. આ અંગે શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટ, ડભોડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કાળી ચૌદશની મહાઆરતી તા.૧૮મીેન શનિવારે રાત્રે ૧૨ વાગે કરવામાં આવશે. ત્યાર બાદ ૨૪ કલાક સળંગ મહામેળામાં દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે. જ્યારે બેસતાવર્ષને તા.૨૨મીએ અન્નકુટ દર્શન સવારે પાંચથી બપોરે ૧૨ કલાક દરમ્યાન કરી શકાશે. તો સવારે ૧૧ઃ૪૫ કલાકે પ્રથમ ધ્વજારોહણ કરાશે તથા બપોરે ૧૨ કલાકે મહાઆરતી થશે.