Get The App

નડિયાદના વિધર્મી ખેતર માલિકનો યુવતી પર બળાત્કાર

મુસ્લિમ ધર્મ પાળવા માટે યુવતીને દબાણ કરતો હતો : વાસદ ચા પીવા ગયા અને પોલીસ પહોંચી ગઇ

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદના વિધર્મી ખેતર માલિકનો યુવતી પર બળાત્કાર 1 - image

વડોદરાનડિયાદના ઉતરસંડા ગામે રહેતા ખેતર માલિકે ૨૩ વર્ષની યુવતી સાથે જબરજસ્તી કરી બળાત્કાર ગુજાર્યો હતો. વિધર્મી ખેતર માલિક યુવતીને ધર્મ  પરિવર્તન માટે દબાણ કરતો હતો. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી  આરોપીને ઝડપી પાડયો છે.

શહેરમાં રહેતી ૨૩ વર્ષની યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, એક વર્ષ પહેલા હું અને મારા ભાઇ તેમજ માતા - પિતા નડિયાદ તાલુકાના એક  ગામમાં રહેતા હતા.હાલમાં અમે વડોદરા રહીએ છીએ. નડિયાદના   ઉતરસંડા ગામમાં ખેતર ધરાવતા મહેબૂબ મલેક મારા ભાઇના મોબાઇલ પર અવાર - નવાર મારો સંપર્ક કરી વાતચીત કરતા હતા.જેથી, ગત ૧૪ મી જુલાઇએ  સવારે ૭ વાગ્યે હું મારા ઘરેથી નીકળી ઉતરસંડા ગઇ હતી.ત્યાંથી હું મહેબૂબ મલેકના ઘરે એક વાગ્યે પહોંચી હતી. મેં તેને કહ્યું હતું કે, હું ઘરેથી આવતી રહી છું.  પરંતુ, તેના ઘરના લોકો મને રાખવા તૈયાર નહતા. મહેબૂબે મને નાહી લેવા કહેતા મેં નાહીને આરામ કર્યો હતો. રાતે ૯ વાગ્યે જમીને મહેબૂબ મને તેઓના ઘરેથી ખેતરમાં ઝૂંપડામાં લઇ ગયો હતો. જ્યાં અમે બંને પલંગ પર સૂઇ  ગયા હતા. રાતે સાડા અગિયાર વાગ્યે મહેબૂબે મને ધમકાવીને મારી મરજી વિરૃદ્ધ મારી સાથે ચાર વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે સવારે મને ગુપ્ત ભાગે દુખાવો થતો હોઇ મહેબૂબે તેના મિત્ર પાસેથી દવા લઇને મને આપી હતી. મહેબૂબ મને કહેતો હતો કે, તારે હિન્દુ ધર્મ પાળવો નહીં. દીવો અગરબત્તી કરવા નહીં અને અમારો મુસ્લિમ ધર્મ પાળવો. તેવું દબાણ કરતો હતો.૧૮ મી તારીખ સુધી હું ઝૂંપડામાં  રોકાઇ હતી. ત્યારબાદ ૧૯ મી તારીખે મહેબૂબ તેની બાઇક પર મને અનગઢ ગામે લઇ ગયો હતો. ત્યાંથી અમે વાસદ ચા પીવા માટે ગયા હતા. તે દરમિયાન  પોલીસ આવી ગઇ હતી.

Tags :