Get The App

ગિરનાર પર ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરી મંદિરમાં તોડફોડ કરવાનું જઘન્ય કૃત્ય

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
ગિરનાર પર ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરી મંદિરમાં તોડફોડ કરવાનું જઘન્ય કૃત્ય 1 - image

નાથ સંપ્રદાયના આધિપત્ય દેવ ગોરખનાથજી છે 

પૂજારીને પૂરી દઈ અજાણ્યાં શખ્સોએ ઘટનાને અંજામ આપતા સાધુ-સંતોમાં ફાટી નીકળ્યો રોષ, એસપી સહિતના અધિકારીઓ તપાસ અર્થે દોડયા 

જૂનાગઢ: ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ ટૂંક પર ગોરખનાથજીની મૂતને ખંડિત કરવાનું જધન્ય કૃત્ય થતા સનાતનિઓમાં અને સાધુ-સંતોમાં ભારોભાર રોષ ભભુકી ઉઠયો છે. મોડીરાત્રિના ગોરખનાથ ટૂંકના પૂજારી સુતા હતા ત્યારે બહારથી દરવાજો બંધ કરી અજાણ્યા ચાર શખ્સોએ ગોરખનાથજીની મૂતને માથાના ભાગેથી તોડીને ફેંકી દીધી છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ગિરનાર પર્વત પર તપાસ અર્થે દોડી ગયો હતો. આ ઘટનાથી સાધુ સંતોમાં માંગ ઉઠી છે કે આવું જધન્ય કૃત્ય કરનારને તાત્કાલિક પકડી સબક શીખડાવવામાં આવે.

ગિરનારનું સૌથી ઊંચું શિખર એટલે ગોરખનાથ શિખર છે. આ શિખર પર ગોરખનાથજીનું મંદિર આવેલું છે. ગોરખનાથજી એ નાથ સંપ્રદાયના આધિપત્ય દેવ છે. ગત મોડીરાત્રીના અજાણ્યા શખ્સો દ્વારા ગોરખનાથજીના મંદિરમાં ગોરખનાથજીની મૂતનું માથું કાપી અને ફેંકી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. આવું કૃત્ય કોણે કર્યું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાની અધ્યક્ષતામાં પોલીસની અલગ અલગ ટીમ ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથજીની ટૂંક પર તપાસ અર્થે રૂબરૂ દોડી ગઈ હતી. પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી સાધુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર ઘટનાની ગોરખનાથજીના પૂજારીએ તેમના મહંત સોમનાથબાપુને જાણ કરી હતી અને સોમનાથ બાપુ સહિતના સાધુ સંતો સમગ્ર મામલે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા દોડી ગયા હતા. પોલીસ દ્વારા ગોરખનાથજીના પૂજારી સોમનાથબાપુની ફરિયાદ લઈ ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 

આ સમગ્ર મામલે જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર ઘટના છે. ગોરખનાથજીની મૂત ખંડિત કરવાના ગુનામાં પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીઓ પકડાય તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે. એલસીબીની સાથે એસઓજી, ડીવાયએસપી, ભવનાથ પોલીસ અને પોલીસની અલગ અલગ ટીમ બનાવી જૂની સીડી અને નવી સીડીએ સીસીટીવી કેમેરા તથા બાતમીદારોને કામે લગાડી તપાસ કરવામાં આવી રહી છે. 

- સફેદ કપડામાં આવેલા લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો : મંહત ગોરખનાથ શિખર 

આ આપના અંગે ગોરખનાથજી મંદિરના મહંત સોમનાથબાપુએ જણાવ્યું હતું કે કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર ગોરખનાથજીના મંદિરમાં આવેલી ગોરખનાથજીની મૂત તોડવામાં આવી છે. વહેલી સવારે પૂજારીને રૂમમાં પૂરી દઈ ત્રણથી ચાર જેટલા અજાણા શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પૂજારીએ મહંતને જણાવ્યું હતું તે મુજબ ધુમ્મસના કારણે જધન્ય કૃત્ય કરનાર વ્યક્તિઓના મોં સરખા દેખાયા નથી પરંતુ ત્રણથી ચાર લોકો સફેદ કપડાં પહેરી આવ્યા હતા અને તેણે આ ઘટનાને અંજામ આપ્યો છે. અધર્મી લોકો દ્વારા આવો હિન કૃત્ય કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીઓને પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મેં નિર્વાણ લાડુનો વિરોધ કર્યો હોય અને તેના કારણે આ ઘટના બની હોય તેવી આશંકા છે.

- સાધુઓની સહનશીલતાની પરાકાષ્ટાની કસોટી થઈ રહી છે : મંહત ગુરુ દત્તાત્રેય શિખર 

ગુરુ દત્તાત્રેયના મહંત મહેશગીરીબાપુએ જણાવ્યું હતું કે આવું કૃત્ય કરવાની હિંમત થવી એ તપાસનો મુદ્દો છે. હવે સાધુઓએ જાગવું પડશે, સાધુઓ અંદરો અંદર લડાઈ ઝઘડા કરે છે તેના કારણે આવી હિંમત થાય છે. બહારના સાધુઓ આવી સ્થાનિક સંતોને ફોસલાવી સાથે બેસવા દેતા નથી. પોલીસ અને સરકારે તાબડતોબ આ ગુનેગારોને પકડી સબક શીખડાવો પડશે. સાધુઓની સહનશીલતાની પરાકાાની આ કસોટી થઈ રહી છે. ગુરુ દત્તાત્રેય શિખર પર પણ તા. ૧ કે ૨ ઓક્ટોબર આસપાસ જ હુમલો થયો હતો તે જ સમય દરમિયાન ફરીવાર ગોરખનાથજીની મૂતને ખંડિત કરવાની ઘટના બની છે. આ એક લાલબત્તી સમાન કિસ્સો છે.