જામનગરમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર હેવી ટ્રક ચાલકે કારને ઠોકરે ચડાવતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા , જાનહાની ટળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગરમાં બેડી બંદર રોડ-પંડિત નહેરુ માર્ગ પર સેન્ટ આન્સ સ્કૂલ પાસે જ આજે સ્કૂલ છૂટવાના સમયેજ એક ટ્રક ચાલકે વિદ્યાર્થીને લેવા માટે આવેલા પરિવારની કારને ઠોકરે ચડાવતાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
સદભાગ્યે કોઈ જાન હાની થઈ ન હતી, પરંતુ સ્કૂલ છૂટવાનો સમય હોવાથી ઉપરોક્ત સ્થળે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, અને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં દેકારો બોલી ગયો હતો.
જામનગરના પંડિત નહેરુ માર્ગ પર દિવસ દરમિયાન ભારે વાહનોની અવરજવર માટેનો પ્રતિબંધ છે, અને તે માટેનું વિશેષ જાહેરનામું પણ અમલમાં છે. પરંતુ તંત્ર દ્વારા તેની કોઈ અમલવારી કરાવાતી ન હોય, તેમ સરેઆમ નિયમોનો ઉલાળીયો કરીને હેવી ટ્રક ચાલકો બેભામ ગતિએ આવતા હોય છે, જેના કારણે અનેક લોકોના જીવ તાળવે ચોટી જાય છે. આવા હેવી વાહન ચાલકો સામે તંત્રએ આકરા પગલાં લેવા જોઈએ તેવી લોક માંગણી ઉઠી છે.








