Get The App

હનુમાન જયંતી સ્પેશિયલ : સુરતનું એક એવું હનુમાન મંદિર જેની સ્થાપના 450 વર્ષ પહેલા શિવાજીના ગુરુજીએ કરી હતી

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
હનુમાન જયંતી સ્પેશિયલ : સુરતનું એક એવું હનુમાન મંદિર જેની સ્થાપના 450 વર્ષ પહેલા શિવાજીના ગુરુજીએ કરી હતી 1 - image


Surat Hanuman Jayanti Special : આવતીકાલે (તા.12) શનિવારે હનુમાન જન્મોત્સવની સુરત સહિત સમગ્ર દેશમાં તડામાર તૈયારી થઈ રહી છે. સુરતના વિવિધ મંદિરો સાથે 450 વર્ષ પહેલા શિવાજીના ગુરુએ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી તેવા ડુંભાલ મંદિરમાં પણ ઉજવણી માટે તૈયારી થઈ રહી છે. આ મંદિરમાં હનુમાન જયંતી પહેલા સવા લાખ હનુમાન ચાલીસાના પાઠ લખવામાં આવ્યા હતા. આ ઉપરાંત આવતીકાલે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

હનુમાન જયંતી સ્પેશિયલ : સુરતનું એક એવું હનુમાન મંદિર જેની સ્થાપના 450 વર્ષ પહેલા શિવાજીના ગુરુજીએ કરી હતી 2 - image

હનુમાન જન્મોત્સવ માટે સુરત અનેક હનુમાન મંદિરમાં ઉજવણીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સુરતના ડુંભાલ વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતાથી જ સામુહિક હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવામાં આવ્યા છે. નવરાત્રીથી હનુમાન જયંતી દરમિયાન સવા લાખ હનુમાન ચાલીસાના પાઠ લખવા માટેનો નિર્ણય કરાયો હતો. વધુ માહિતી આપતા મંદિરના જીતુ મહારાજે કહ્યું હતું કે, મંદિર છત્રપતિ શિવાજી મહારાજના ગુરુજીએ 450 વર્ષ પહેલા બનાવ્યું હતું. મંદિરની નીચે એક સુરંગ બનાવવામાં આવી હતી જેનો છેડો તાપી નદીના તટ પર ચોક બજાર ખાતે નીકળતો હતો. આ સુરંગ બંધ છે પરંતુ આજે પણ તેને સાચવીને રાખવામાં આવી છે. 

હનુમાન જયંતી સ્પેશિયલ : સુરતનું એક એવું હનુમાન મંદિર જેની સ્થાપના 450 વર્ષ પહેલા શિવાજીના ગુરુજીએ કરી હતી 3 - image

આ મંદિરમાં ભક્તોએ સવા લાખ હનુમાન ચાલીસા લખવા માટેનો નિર્ણય કર્યો હતો પરંતુ આજ સુધીમાં પોણા બે લાખ જેટલી હનુમાન ચાલીસા લખાઈ ગઈ છે. આ હનુમાન ચાલીસા હનુમાનજીની પ્રતિમા આગળ રાખવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે વહેલી સવારથી આ મંદિરમાં હનુમાન જન્મોત્સવ માટેના વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે.

Tags :