100 આચરનાર રીઢા ચોરે ટાટા હેરિયર કાર ચોરવા માંડીઃ વડોદરા,હાલોલ-સુરતથી ચોરેલી 8 કાર નો ભેદ ખૂલ્યો

વડોદરાઃ વડોદરા તેમજ અન્ય સ્થળોએથી ટાટા હેરિયર કાર ઉઠાવીને રાજસ્થાનમાં માત્ર બે લાખમાં વેેચતા રાજસ્થાનના રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી રિમાન્ડ પર લેતાં આઠ કાર અને એક બાઇક ચોરીનો ભેદ ખૂલ્યો છે.પોલીસે ચોરીની કાર ખરીદનારને પણ ઝડપી પાડયો છે.
છેલ્લા કેટલાક સમયથી ચોરી થયેલી એક કંપનીની કાર પર પોલીસની નજર હતી.ટાટા હેરિયર કારની ચોરીના બનાવોની તપાસ દરમિયાન આ કાર રાજસ્થાન તરફ લઇ જવામાં આવી હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે રાજસ્થાનના ગુનેગારોની વિગતો મેળવી હતી.આ પૈકી ૧૦૦ થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આંતરરાજ્ય ગુનેગાર રતનસિંગ ઉર્ફે શેરસિંગ બત્તુસિંગ રાવત (મીણા)(ઘાઘરેણ ગામ,ભરતપુર,રાજસ્થાન અને હાલ રહે.સાંગાનેર,જયપુર) પર વોચ રાખી હતી.
જે દરમિયાન રતનસિંગ વડોદરા આવતાં જ પોલીસે તેને બાઇક પર જતા ઝડપી પાડયો હતો.તેની તપાસ દરમિયાન માસ્ટર કી,ડીસમીસ, ટાટા કંપનીના સિમ્બોલ વાળી સેન્સર કી,હેરિયર કારની આરસી બુક,રોકડા રૃ.૧૧ હજાર,બેન્કનું ડેબિટ કાર્ડ,ડિસ્પ્લે સાથેનું ડિવાઇસ મળી આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન રીઢા ચોરે વડોદરાના છાણી જકાત નાકા,બાપોદ,હરણી માંથી એક જ કંપનીની કારોની ઉઠાંતરી કરી હોવાની તેમજ સુરત, હાલોલ અને કાલોલમાંથી પણ આવી જ રીતે કુલ આઠ કાર ઉઠાવી રાજસ્થાનના દિલીપસિંહ ઉર્ફે દાઢી રાજહંસ ગુર્જર(બ્રમા બાદ,સવાઇ માધોપોર,રાજસ્થાન)ને માત્ર ૨ લાખમાં વેચતો હોવાની વિગતો ખૂલતાં પીઆઇ આરજી જાડેજા અને ટીમે તેને પણ ઝડપી પાડયો હતો.
ચોરેલી બાઇકનો ઉપયોગ કાર ચોરવા કરતો હતો
પોલીસના કહ્યા પ્રમાણે,રીઢો ચોર પોલીસથી બચવા માટે પહેલાં બાઇક ચોરતો હતો.આ બાઇક પર રેકી કરી કાર ચોરી કરવા જતો હતો.રતનસિંગ પાસે મળેલી બાઇક તેણે છાણી જકાતનાકા વિસ્તારમાંથી ચોરી કર્યાની વિગતો ખૂલી છે.
કેવી રીતે કાર ચોરી કરતો હતો
રીઢા ગુનેગારે પોલીસ સમક્ષ કેવી રીતે કાર ચોરતો હતો તે બતાવ્યું હતું.કારની રેકી કર્યા બાદ રીઢો ચોર માસ્ટર કી થી ડોર ઓપન કરી સ્ટિઅરિંગ પાસેના પોઇન્ટમાં ડિવાઇસ લગાવી કાર એક્ટિવ કરતો હતો.ત્યારબાદ કારનું સાયરન ના વાગે તે માટે વાયર કાપી નાંખતો હતો અને કાર લઇ ફરાર થઇ જતો હતો.રસ્તામાં તે હોટલમાં પણ રોકાઇ જતો હતો.તેને કાર









