Get The App

મોપેડ સવાર મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
મોપેડ સવાર મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ 1 - image


ગાંધીનગરમાં વધુ એક ચેઈન સ્નેચિંગ

મધુર ડેરી પાસે બાઈક ઉપર આવેલા ચેઈન સ્નેચરો દ્વારા ૯૫ હજારનો દોરો તોડી લેવાયો ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના ક માર્ગ ઉપર મધુર ડેરી પાસે મોપેડ ઉપર જઈ રહેલા દંપતી પૈકી મહિલાના ગળામાંથી બાઈક ઉપર આવેલા ચેઈન સ્નેચરો દ્વારા ૯૫ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી લેવામાં આવ્યો હતો. જે ઘટના સંદર્ભે હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ચેઈન સ્નેચરોની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓની સાથે ચેઈન સ્નેચરો પણ વધી ગયા છે. આંતરે દિવસે દોરા તૂટવાની ઘટનાઓ બની રહી છે ત્યારે શહેરના ક માર્ગ ઉપર મધુર ડેરી પાસે વધુ એક ચેઈન સ્નેચિંગનો બનાવ બનવા પામ્યો હતો.

જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પાલજ ગામ ખાતે રહેતા રીટાબેન પ્રવીણકુમાર ભટ્ટ તેમના પતિ સાથે મોપેડ ઉપર બેસીને વાવોલ ખાતે વેવાઈની ખબર પૂછવા માટે ગયા હતા અને જ્યાંથી તેઓ સેક્ટર ૨૪માં સામાન ખરીદવાનો હોવાથી ક-૫થી ક-૬ તરફ તેમના પતિ સાથે મોપેડ ઉપર જઇ રહ્યા હતા. તે દરમિયાન આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં એક બાઇક ઉપર બે લોકો આવ્યા હતા અને મોપેડ પાછળ એકા એક આવીને એકાએક વૃદ્ધાના ગળામાં હાથ નાખ્યો હતો. વૃદ્ધાએ ગળામાં પહેરેલી સોનાની આશરે ૯૫ હજારની કિંમતની સોનાની ચેઇન તોડી ચેઇન સ્નેચર ફરાર થઇ ગયા હતા. વૃદ્ધાના પતિએ મોપેડ લઇને સ્નેચરનો પીછો પણ કર્યો હતો પરંતુ બંને સ્નેચર બાઇક લઇને ડી-માર્ટ તરફ વાહન હંકારી ફરાર થઇ ગયા હતા.

આ બનાવ બાદ વૃદ્ધાએ સેક્ટર ૨૧ પોલીસ મથકમાં અજાણ્યા ચેઈન સ્નેચરો સામે ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે. આ માર્ગ ઉપરના સીસીટીવી પણ પોલીસ તપાસી રહી છે. ગાંધીનગરમાં વધી રહેલી ચેઇન સ્નેચિંગની ઘટનાઓને પગલે મહિલાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Tags :