Get The App

મામાના ઘરે રહેવા આવેલી યુવતીનું ખેંચ આવ્યા પછી મોત

પરિવારે ડુંગળી સૂંઘાડયા પછી સૂઇ ગયેલી યુવતી ઊઠી જ નહીં

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
મામાના ઘરે રહેવા આવેલી યુવતીનું ખેંચ આવ્યા  પછી મોત 1 - image

 વડોદરા,મુંબઇથી મામાના ઘરે વડોદરા રહેવા આવેલી યુવતીને ખંેચ આવતા પરિવારે ડુંગળી સુંઘાડી સૂવડાવી દીધી હતી. ત્યારબાદ તે  ઊઠી શકી જ નહીં.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પશ્ચિમ મુંબઇના ભાંડુપ વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષની અલીશાબેન મોહંમદહસન અનસારી વડોદરાના આજવા રોડ એકતા નગર કે.જી.એન. પાર્કમાં રહેતા મામા મહેમૂદઆલમ અનસારીના ઘરે ગયા મહિને રહેવા આવી હતી. આજે સવારે સાડા પાંચ વાગ્યે તેને અચાનક ખેંચ આવી હતી. પરિવારે તેને ડુંગળી સૂંઘાડતા આરામ થયો હતો. ત્યારબાદ તે સૂઇ ગઇ હતી. ૯ વાગ્યે તેને ઉઠાડવાની કોશિશ કરતા તે ઊઠી નહતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ડોક્ટરે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે બાપોદ પોલીસ પી.એમ. રિપોર્ટની રાહ જોઇ  રહી છે.