Gujarat

આયુર્વેદિકમાં માસ્ટર ડિગ્રી કરતી યુવતીનું હાર્ટ એટેકથી મોત

By GS TEAM
28 Jul 20251 min read
આયુર્વેદિકમાં માસ્ટર ડિગ્રી કરતી યુવતીનું હાર્ટ એટેકથી મોત

 વડોદરા,આયુર્વેદિકમાં માસ્ટર ડિગ્રી કરતી પરપ્રાંતિય યુવતી રાતે જમીને સૂઇ ગયા પછી સવારે બેભાન હાલતમાં મળતા તેને હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. પરંતુ, તેનું મોત થયું હતું. હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું હોવાનું અનુમાન છે.

હિમાચલ પ્રદેશના શિમલામાં ભલાવગ ઠુન્ડમાં રહેતી ૨૮ વર્ષની વિજયશ્રી રવિભૂષણ ચૌહાન આયુર્વેદિકમાં માસ્ટર ડિગ્રીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે અન્ય યુવતીઓ સાથે વાઘોડિયાના ખટંબા ગામે અનંતા શુભ લાભમાં રહેતી હતી. ગઇકાલે રાતે જમીને તે રૃમ પર આવીને સૂઇ ગઇ હતી. સવારે તે બેભાન  હાલતમાં મળી આવતા સારવાર માટે  હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. યુવતીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું અનુમાન છે. પરંતુ, સાચું કારણ જાણવા માટે પોલીસ દ્વારા પી.એમ. કરાવવામાં આવ્યું છે. તેના માતા - પિતાને જાણ કરવામાં આવતા તેઓ વતનથી વડોદરા આવવા નીકળી ગયા છે. ત્યાં સુધી મૃતદેહ કોલ્ડરૃમમાં મૂકવામાં આવ્યો છે.