Get The App

બોરસદ તાલુકાની યુવતીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
બોરસદ તાલુકાની યુવતીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ 1 - image


- યુવતીએ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ

- અજાણ્યા શખ્સે ગાડીમાં ઉઠાવી ગયા બાદ બળાત્કાર ગુજારી તરછોડી દીધી

આણંદ : બોરસદ તાલુકાની એક યુવતીનું કોઈ અજાણ્યા શખ્સે ગાડીમાં અપહરણ કરી તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીને તરછોડી દીધી હોવાની ઘટના સામે આવી છે.

બોરસદ તાલુકાના એક ગામની ૧૯ વર્ષીય યુવતી દસ દિવસ પૂર્વે બહાર જઈ રહી હતી. ત્યારે એક અજાણ્યો શખ્સ ફોરવીલ ગાડી લઈને તેણી પાસે આવી ચડયો હતો અને યુવતીનું ગાડીમાં અપહરણ કરી લઈ ગયો હતો. ત્યારબાદ કોઈ એકાંત જગ્યાએ લઈ જઈ યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં તેણીને તરછોડી દીધી હતી. આ બનાવ અંગે યુવતીએ વીરસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

Tags :