Get The App

હરિદ્વાર ફરવા ગયેલી મહિલાના ઘરમાં ચોર ટોળકી ત્રાટકી

સોના - ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ ૧.૦૮ લાખની ચોરી

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
હરિદ્વાર ફરવા ગયેલી મહિલાના ઘરમાં ચોર ટોળકી ત્રાટકી 1 - image

વડોદરા,હરિદ્વાર ફરવા ગયેલી સિનિયર સિટિઝનના ઘરને નિશાન બનાવી ચોર ટોળકી સોના - ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ ૧.૦૮ લાખની મતા ચોરી ગઇ હતી.

માંડવી મહેતા પોળ ચંદ્ર નગર સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષના વનિતાબેન શરદભાઇ ચોક્સી ફોરેસ્ટ ખાતામાંથી નિવૃત્ત થયા છે. ગત ૨૨ મી તારીખે સવારે સાડા પાંચ વાગ્યે તેઓ દીકરીઓ સાથે હરિદ્વાર તથા ઋષિકેશ ફરવા ૮ દિવસ માટે ગયા હતા. બીજા દિવસે પાડોશી સંજયભાઇએ કોલ કરીને ચોરીની જાણ કરી હતી. તેઓએ જમાઇને ઘરે જઇને તપાસ કરવાનું કહેતા તેમના જમાઇએ ઘરે જઇને વીડિયો  કોલ કરીને બતાવતા વનિતાબેનના ઘરના મુખ્ય દરવાજાને મારેલું તાળું તૂટેલી  હાલતમાં હતું. ગઇકાલે વનિતાબેેને ઘરે આવીને  તપાસ કરતા ચોર ટોળકી ઘરમાંથી સોનાની ત્રણ જોડી બુટ્ટી, બંગડી, અછોડો, ચાંદીના સિક્કા,  દીવો, મૂર્તિ અને  રોકડા ૮ હજાર લઇ  ગઇ હતી. જે અંગે તેમણે સિટિ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.