Gujarat

વડોદરાના સમા કેનાલની સોસાયટીમાં ચડ્ડીબંડી ધારી ટોળકી ત્રાટકી,કેમેરામાં દ્શ્યો કેદ

By GS TEAM
21 Aug 20251 min read
વડોદરાના સમા કેનાલની સોસાયટીમાં ચડ્ડીબંડી ધારી ટોળકી ત્રાટકી,કેમેરામાં દ્શ્યો કેદ

વડોદરાઃ શહેરમાં ફરી એક વાર લૂંટારું ટોળકીનો ખોફ જોવા મળી રહ્યો છે.ગઇરાતે છાણી-સમા કેનાલ પાસેની એક સોસાયટીમાં ત્રાટકેલા ચડ્ડી બંડી ધારી લૂંટારાઓના કેમેરામાં ડરાવી મૂકે તેવા દ્શ્યો કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના છેવાડાના અને ઓછી અવર જવર વાળા વિસ્તારોમાં ચડ્ડીબંડી ધારી લૂંટારા ત્રાટકતા હોય તેવા  બનાવો બનતા રહેતા હોય છે.થોડા સમય પહેલાં ઉંડેરા વિસ્તારમાં ચડ્ડીબંડી ધારીઓ ત્રાટક્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

ત્યારબાદ ગઇકાલે સમા-છાણી કેનાલ પાસેની દર્શનમ સોસાયટીમાં ચડ્ડીબંડી ધારીઓ ત્રાટક્યા હોવાનો  બનાવ બન્યો હતો.ત્રણ થી ચાર ચડ્ડીબંડી ધારીઓ મોંઢે બુકાની બાંધીને સોસાયટીના બંગલા પાસે લપાતા છુપાતા ફરતા હતા અને એકબીજા સાથે ઇશારાથી વાત કરતા હતા.

જે દ્શ્યો સોસાયટીના કેમેરામાં કેદ થતાં વીડિયો વાયરલ થયો હતો અને લોકોમાં ભયની લાગણી વ્યાપી હતી.છાણીના પીઆઇ આર એલ પ્રજાપતિએ કહ્યું હતું કે,ઉપરોક્ત  બનાવ અંગે પોલીસને અરજી મળી છે.જેની તપાસ કરી રહ્યા છીએ.આ ઉપરાંત આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે અને શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે.