Get The App

અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં ટેમ્પો ભાડે મૂકવા બાબતે હથિયારો સાથે કારમાં ઘસી આવેલ ત્રણ ભાઈઓ ઉપર ટોળકીનો જીવલેણ હુમલો

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં ટેમ્પો ભાડે મૂકવા બાબતે હથિયારો સાથે કારમાં ઘસી આવેલ ત્રણ ભાઈઓ ઉપર ટોળકીનો જીવલેણ હુમલો 1 - image

Bharuch Crime : પેપ્સી કંપનીમાં આઇસર ટેમ્પો ભાડેથી મુકવાની રીસ રાખી થયેલ ઝઘડાના સમાધાનના બહાને કારમાં હથિયારો સાથે ઘસી આવેલ ટોળકીએ ત્રણ ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કરતા એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે પાંચ આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. 

મૂળ બોટાદના વતની અને હાલ અંકલેશ્વરના નવાગામ ખાતે રહેતા લાલાભાઇ દેવાભાઈ સાટીયાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મે તથા મારો ભાઈ રાજુભાઈ ઉર્ફે માલાભાઈ છેલ્લા આઠ મહિનાથી પેપ્સી કંપનીમાં અમારો આઇસર ટેમ્પો ભાડેથી મૂક્યો હતો. પખવાડિયા અગાઉ પોપટભાઈ અલગોતરએ પેપ્સી કંપનીમાં અમારી ગાડી ચલાવવી નહીં તે બાબતે ઝઘડો કર્યો હતો. દરમ્યાન ગઈકાલે સાંજના સમયે અમે ત્રણ ભાઈઓ ઘરે હાજર હતા તે સમયે કારમાં પોપટભાઈ તેના ભાઈ ગુગાભાઇ અલગોતર, ગગજીભાઈ અલગોતર, મનોજભાઈ અલગોતર અને ગોપાલભાઈ અલગોતર તમામ (રહે-નવાગામ, અંકલેશ્વર) સમાધાન માટે આવી ઝઘડો કરી અચાનક કારમાંથી લાકડી, પાઇપ, કુહાડી જેવા હથિયારો કાઢી અમારી પર હુમલો કરી દીધો હતો. પોપટભાઈએ અમારા ત્રણેય ભાઈના માથામાં માથામાં કુહાડીના ઘા માર્યા હતા. અને ત્યારબાદ તમામે ભેગા મળી અમને માર માર્યો હતો. આસપાસથી લોકો મદદએ દોડી આવતા પોપટભાઈ સહિતના વ્યક્તિઓ કારમાં નાસી છૂટ્યા હતા. વધુમાં કહ્યું હતું કે, મેં તથા મારો ભાઈ માલાભાઈ પેપ્સી કંપનીમાં આઇસર ટેમ્પો ચલાવી રહ્યા હોય જે પોપટભાઈને ગમતું ન હોય તેની રેસ રાખી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે ગડખોલ દવાખાને લઈ ગયા બાદ વધુ સારવાર માટે સરદાર પટેલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં માલાભાઈ હાલ અર્થ બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.