Gujarat

વડોદરામાં ઘરે બેઠા કામના બહાને મહિલા પાસેથી ભેજાબાજે રૂ.20,400 પડાવી લીધા

By GS TEAM
22 Feb 20261 min read
TukuTouch Logo
ઘરે બેઠા નોકરી આપવાના બહાને અજાણ્યા ભેજાબાજે મહિલા એકાઉન્ટન્ટ પાસેથી રૂ.20400ની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરતા ફરિયાદના આધારે રાવપુરા પોલીસે અજાણ્યા શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ઘરે બેઠા કામના બહાને મહિલા પાસેથી ભેજાબાજે રૂ.20,400 પડાવી લીધા

ઘરે બેઠા નોકરી આપવાના બહાને અજાણ્યા ભેજાબાજે મહિલા એકાઉન્ટન્ટ પાસેથી રૂ.20400ની રકમ ઓનલાઇન  ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરતા ફરિયાદના આધારે રાવપુરા પોલીસે અજાણ્યા  શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા 49 વર્ષના નમ્રતાબેન ઝાંજે ખાનગી હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે.  તેમણે ઘરે બેઠા ઓનલાઈન નોકરી કરવાની જાહેર ખબરમાં દર્શાવેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી  વોટ્સએપ થકી આધાર કાર્ડ, પાનકાર્ડ સહિતના જરૂરી પુરાવા મોકલ્યા હતા. સામેવાળી વ્યક્તિને પહેલા નોકરી રજીસ્ટ્રેશન ફી પેટે ઓનલાઇન રૂ.1500 પડાવ્યા હતા.  ત્યારબાદ ઘરે બેઠા એસએમએસ મોકલવાનું કામ કરવા કંપની તરફથી લેપટોપ અને મોબાઈલ ફોન આપવાના હોવાથી તેના ઇન્સ્યોરન્સ પેટે રૂ.9200 ઓનલાઇન પડાવ્યા હતા. આ દરમ્યાન ભેજાબાજે કહ્યું હતું કે, રૂ.9,200 નહીં રૂ.9,700 ટ્રાન્સફર કરવાના હતા. હવે તમારા અગાઉના રૂ.9,200 અમે પરત આપી દઈશું, તેમ કહી ફરી રૂ. 9700 ઓનલાઈન મેળવી લીધા હતા. આમ,તા. 14/08/25 થી 18/08/25 દરમિયાન ટુકડે -ટુકડે કુલ રૂ. 20,400 ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી.