મકાન બીજાને વેચી દાગીના સહિત રૃા. ૨.૮૪ લાખનો ભાડુઆતનો સામાન સગેવગે
વર્ષ પહેલા મકાન ભાડે રાખીને પંદર દિવસ પછી વતન ગયા, તાજેતરમાં પરત આવ્યા
રૃા. ૨.૭૪ લાખના દાગીનાના પડાવી વિશ્વાસઘાત
અમદાવાદ,શનિવાર
ઠક્કરનગરમાં મહિલાએ વર્ષ પહેલા મકાન ભાડે લીધું હતું બાદ પંદર દિવસ પછી પરિવાર સાથે વતનમાં ગયા હતા, એક વર્ષ બાદ તાજતરમાં પરત આવ્યા તો મકાન બીજાને વેચી દીધું હતું એટલું જ નહી મહિલાની ઘર વખરી અને સોનાના દાગીના મળી કુલ ૨.૮૪ લાખનો મુદ્દામાલ સગેવગે કર્યો હતો. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે મકાન માલિક સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઠક્કરનગરમાં મકાન માલિકે સામાન્ય ઘરવખરી પરત આપી ઃ રૃા. ૨.૭૪ લાખના દાગીનાના પડાવી વિશ્વાસઘાત કરતાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ઉત્તરપ્રદેશના અને દસ વર્ષથી ભાડાના મકાન રાખીને અમદાવાદમાં રહેતી મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઠક્કરબાપાનગરમાં રહેતી મકાન માલિક મહિલા અને બ્રોકર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે કે ૨૦૨૪ ડિસેમ્બર માસમાં બ્રોકરને ૧૪,૦૦૦ કમિશન આપીને મકાન ભાડે લીધું હતું. જેમાં મકાનમાં રૃા. ૨.૭૪ લાખના દાગીના સહિત રૃા.૨.૮૪ લાખની મત્તાનો સામાન મકાનમાં મૂક્યો હતો.
પંદર દિવસ પછી ફરિયાદી પરિવાર સાથે વતન ઉત્તરપ્રદેશ ગયા હતા અને ત્યાંથી ભાડુ પણ મોકલતા હતા. જ્યારે તે પરત આવ્યા હતા ત્યારે મકાનમાં જોતા અન્ય લોકો રહેતા હતા. જેથી મકાન માલિકને વાત કરતા તેમણે મકાન બીજાને વેચી દીધુ છે અને તમારો સામાન અન્ય જગ્યાએ મૂક્યો છે તે પરત આપી દઇશુ તેમ કહીને અમુક જ સામેાન આપ્યો હતો.