Get The App

હિન્દુ-મુસ્લિમ કોમના ટોળા વચ્ચે પથ્થરમારો,પાંચને ઇજા

સુરતરીયા સોસાયટી, રામલાલના ખાડા પાસે મધરાતે જૂથ અથડામણ

માધુપુરા પોલીસે બળપ્રયોગ કરી ટોળાને વિખેરી રાયોટિંગનો ગુનો નોંધ્યો૧૧ની ધરપકડ

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News

અમદાવાદ,સોમવારહિન્દુ-મુસ્લિમ કોમના ટોળા વચ્ચે પથ્થરમારો,પાંચને ઇજા 1 - image

 શાહપુર દરવાજા બહાર સુરતીયા સોસાયટી નજીક રામલાલના ખાડા પાસે ગઇકાલે મોડી રાતે હિન્દુ-મુસ્લિમ કોમના લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ બનાવની જાણ થતાં માધુપુરા પોલીસે ઘટના સ્થળે પહોચીને બળપ્રયોગ કરીને ટોળાને વિખેરી કાઢ્યું હતું. પથ્થરમારામાં પાંચ વ્યક્તિને ઇજાઓ થઈ હતી. વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવ અંગે માધુપુરા પોલીસે રાયોટિંગની સહિતની કલમ હેઠળ ૫૦થી વધુ લોકો સામે ગુનો નોંધી ૧૧ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શાહપુરમાં વાહન અથડાતા ૧૦૦ માણસો આમને સામને આવી પથ્થરમારો કરી વાહનોની તોડફોડ, માધુપુરા પોલીસે બળપ્રયોગ કરી ટોળાને વિખેરી રાયોટિંગનો ગુનો નોંધ્યો૧૧ની ધરપકડ 

 માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ હે.કો.જયકિશનરાયે માધુપુરા પોલીસ સ્ટેશનમાં શાહપુર દૂધેશ્વર રોડ ઉપર લાલા કાકા હોલ રહેતા નામજોગ ૧૦ અને ૫૦થી વધુ ટોળા સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નાધાવ્યો છે કે ફરિયાદી ગઇકાલે રાતે દૂધેશ્વર ચોકી ઉપર ફરજ પર હાજર હતા ત્યારે મેસેજ મળ્યો હતો કે સુરતરીયા સોસાયટી પાસે રામલાલના ખાડા નજીક પથ્થરમારો થઇ રહ્યો છે જેને લઇને તેઓ પોલીસ સ્ટાફ સાથે દોડી ગયા હતા.

જ્યાં હિન્દુ અને મુસ્લિમ કોમના ૧૦૦થી લોકો આમને સામને પથ્થર મારો કરી રહ્યા હતા જેને લઇને પોલીસનો વધુ કાફલો ખડકીને ટાળોને વિખેરવા માટે બળ પ્રયોગ કરીને ટોળાને વિખેરી કાઢ્યું હતું. પથ્થરમારામાં પાંચ વ્યક્તિને ઇજાઓ થઈ હતી બેકાબુ બનેલા ટોળાએ વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મુસ્લિમ કોમના યુવકનું વાહન હિન્દુ કોમના યુવકને અથડાયું હતું જને લઇને આ ઘટના અંગે માધુપુરા પોલીસે રાયોટિંગની સહિતની કલમ હેઠળ ૫૦થી વધુ લોકો સામે ગુનો નોંધી ૧૧ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Tags :