Get The App

વડોદરા: માંજલપુર પોલીસ સ્ટેશનમાં મળસ્કે ચાર વાગે આગ લાગતા કોમ્પ્યુટર સહિત કાગળો બળીને ખાક

Updated: Oct 25th, 2020

GS TEAM

Google News
Google News
વડોદરા: માંજલપુર પોલીસ સ્ટેશનમાં મળસ્કે ચાર વાગે આગ લાગતા કોમ્પ્યુટર સહિત કાગળો બળીને ખાક 1 - image

વડોદરા, તા. 25 ઓક્ટોબર 2020 રવિવાર

મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલા માંજલપુર પોલીસ સ્ટેશનમાં મળસ્કે સાડા ચાર વાગે કોમ્પ્યુટર રૂમમાં આગ લાગી હતી. 

જેથી ફાયર બ્રિગેડને બનાવની જાણ કરવામાં આવતા ઓફિસરો સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને એકાદ કલાકની જહેમત બાદ આગ બુઝાવી હતી પરંતુ આગ બુઝે તે પૂર્વે કોમ્પ્યુટર, મોનીટર, સીપીયુ, પંખો તથા અરજીને લગતા કાગળો, એમ.ઓ.બી રૂમના કાગળો બળીને ખાક થઇ ગયા હતા. 

કુલ પાંચ અલગ અલગ રૂમો જેમાં એમ.ઓ.બી કોમ્પ્યુટર વિભાગ પીઆઈની ચેમ્બર, પીઆઇ પર્સનલ રૂમ તથા અરજી વિભાગમાં આગ પ્રસરી ગઇ હતી. જોકે પોલીસ સ્ટેશનના તમામ ડેટાનું બેકઅપ હોવાના લીધે ડેટાને કોઇ નુકસાન થયું નથી.